રાહમાં પોલીસ વડા IPS ચિંતન તરૈયાના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લામાં જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા રાહ તાલુકામાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના લોકો, સામાજિક આગેવાનો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વડાએ લોકોની સમસ્યાઓ, ફરિયાદો અને સૂચનો સીધા સાંભળીને નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે રોડ સલામતી, નશાબંધી, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ અને વાહન ચેકિંગ જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ માહિતી આપી. ગ્રામજનોએ વિસ્તારની સમસ્યા વ્યક્ત કરી હતી.
પોલીસ વડાએ આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી અને લોકોને પોલીસ વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ લોકસંવાદનો મુખ્ય હેતુ જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધારવાનો, લોકોને સીધા જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરવાની તક પૂરી પાડવાનો અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવાનો હતો. “ લોકસંવાદ કાર્યક્રમ” કાર્યક્રમના અધ્યક્ષ ચિંતન તરૈયા IPS પોલીસ અધિક્ષક થરાદ પોલીસ જિલ્લા પોલીસ વડા ચિંતિત તેરૈયાએ આ પ્રસંગે કરતા જણાવ્યું હતું કે, રાહ ખાતે નવું પોલીસ સ્ટેશન સ્થાપવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી દેવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે દરખાસ્ત મુજબનું મહેકમ પણ ટૂંક સમયમાં મંજૂર થઈ જશે.
આવનારા સમયમાં વળાદર આઉટપોસ્ટને બદલે રાહ ખાતે એક અલાયદું પોલીસ સ્ટેશન કાર્યરત થશે. આનાથી વિસ્તારના વિકાસ સાથે વધતી વસ્તી અને પોલીસ સંબંધિત નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક સ્તરે જ મળી રહેશે. અગાઉ પાલનપુર કે થરાદ સુધી જવું પડતું હતું, તે સમસ્યાનો અંત આવશે.




