થરાદ અનાજ ગોડાઉનમાં બીજા દિવસે બાજરી તોલમાં ગોટાળો? ૫૦ કિલોના કટામાં ૫૧ કિલો ઉપર ભરતીઓથી ખેડુતોમાં રોષ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેરમાં આવેલ અનાજ ગોડાઉનમાં બે દિવસ અગાઉ ખેડુતો સાથે બાજરીની તોલમાં ગંભીર અન્યાય થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખેડુતોનું કહેવું છે કે સરકારના નિયમ મુજબ ૫૦ કિલોના કટા હોવા જોઈએ, પરંતુ અમુક કટામાં ૫૧ કિલો કે તેથી વધુ બાજરી ભરેલી જોવા મળી હતી, જેના કારણે સીધો નુકસાન ગરીબ ખેડુતોને સહન કરવો પડી રહ્યો છે.
ખેડુતો જણાવે છે કે અનાજ પકવીને મહેનતથી ગોડાઉન સુધી લાવનાર ખેડુતને પોતાના કટાના વજનની સંપૂર્ણ જાણ હોય છે. ત્યારે પણ જો તોલમાં આ રીતે વધારું વજન ભરવામાં આવે તો તે સ્પષ્ટ રીતે ગોટાળો અને ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.
/*બોક્સ//
//આ બાબતે નાયબ મામલદાર ખેમજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે આખો દિવસ ગોડાઉન પર હાજર રહ્યા હતા અને પાલનપુરથી એક અધિકારી પણ આવ્યા હતા. તેમની હાજરી દરમિયાન કોઈ ગેરરીતિ નજરે પડી નથી. જોકે ખોટું ચલાવી લેવામાં આવશે નહીં.”//
પરંતુ ખેડુતોના આક્ષેપ મુજબ અધિકારીઓ નીકળી ગયા પછી ગોડાઉન મેનેજર યોગેશ મેરિયા દ્વારા પાછળથી ફરી એ જ રીતે અનાજની તોલ કરવામાં આવી રહી છે. જેના કારણે તપાસ માત્ર દેખાવ પૂરતી રહી હોવાનું ખેડુતો માની રહ્યા છે.
પ્રશ્ન એ છે કે ગરીબ ખેડુત ક્યાં જાય? વારંવાર થતી આવી ગેરરીતિ અને ભ્રષ્ટાચારને ખેડુતો કેટલો સમય સહન કરશે? જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં ખેડુતો સાથે અન્યાય ન થાય.




