THARADVAV-THARAD
થરાદમાં ખનીજ વિભાગની કાર્યવાહી રોયલ્ટી ચોરી કરતા બે કપચી ભરેલા ડમ્પર ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદના ચાર રસ્તા પાસેથી ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી કરતા બે કપચી ભરેલા ડમ્પર ઝડપી પાડ્યા છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝડપાયેલા ડમ્પરોમાં રોયલ્ટીની ચોરી કરીને ભરેલી કપચી મળી આવી હતી. ખનીજ વિભાગની ટીમે બંને ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મુદ્દામાલ થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




