THARADVAV-THARAD

“થરાદમાં નગરપાલિકાના નિયમોને પડકાર? નગરપાલિકાની પાછળ પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ, અધિકારીએ પણ કરી પુષ્ટિ”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

થરાદ નગરપાલિકાના પાછળના વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે નગરપાલિકાના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બાંધકામ માટે નગરપાલિકામાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે બાંધકામ દરમિયાનયાર નગરપાલિકાના પાણી પુરવઠાના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો આ બાબત સાચી સાબિત થાય તો સરકારી સુવિધાના ગેરઉપયોગનો પણ ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકે છે.

નગરપાલિકાના અધિકારીના નિવેદન બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે પરવાનગી વગર બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં અત્યાર સુધી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? નિયમોનો ભંગ કરનાર સામે નગરપાલિકા ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

સ્થાનિકોએ માંગ કરી છે કે બાંધકામ તાત્કાલિક બંધ કરાવી, જરૂરી તપાસ કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી શહેરમાં નિયમોનું સમાન રીતે પાલન થાય.

Back to top button
error: Content is protected !!