THARADVAV-THARAD

બહેન કુમારી માયાવતીજીના ૭૦મા જન્મદિવસે વાવ–થરાદ જિલ્લામાં ઉત્સાહભર્યો કાર્યક્રમ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા દલિત-પછાત વર્ગોના મજબૂત અવાજ તરીકે ઓળખાતા બહેન કુમારી માયાવતીજીના ૭૦મા જન્મદિવસના શુભ અવસરે વાવ–થરાદ જિલ્લામાં ભવ્ય અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા પક્ષના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમની શરૂઆતમાં મહાપુરુષો ને ફૂલહાર કરી અને બહેન કુમારી માયાવતીજી ના નારા સાથે બહેન કુમારી માયાવતીજી તુમ આગે બઢો હમ તુમ્હારી સાથે .સમગ્ર વાતાવરણ ‘બહેનજી ઝિંદાબાદ’ અને ‘બીએસપી ઝિંદાબાદ’ના નારાઓથી ગુંજતું બન્યું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો ઉતર ગુજરાત જોન પ્રભારી મહેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ મહાસચિવ જામાભાઈ દેસાઇ, વાવ થરાદ જિલ્લા અધ્યક્ષ નિલેશભાઈ સમ્રાટ, અતિથિ વિશેષ એડવોકેટ મહેશભાઈ હડિયલ તથા એડવોકેટ નરેશભાઈ વરણ, એડ વજેરામભાઈ પરમાર વક્તાઓએ હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે બહેનજીએ પોતાના સંઘર્ષભર્યા જીવન દ્વારા દેશના દલિત, આદિવાસી, પછાત અને વંચિત વર્ગોને રાજકીય હક્કો અને આત્મસન્માન આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થા, વિકાસ અને સામાજિક ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

 

વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે બહેન કુમારી માયાવતીજી માત્ર એક રાજકીય નેતા નથી, પરંતુ કરોડો શોષિત-વંચિત લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમનું જીવન સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપે છે.

 

કાર્યક્રમ દરમિયાન બહેનજીના દીર્ઘ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ આવનારા સમયમાં બહુજન સમાજ પાર્ટીને વધુ મજબૂત બનાવી, સંગઠનને ગ્રામસ્તર સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

 

કાર્યક્રમના અંતે સામાજિક એકતા, શિક્ષણના પ્રસાર અને સમાજસેવાના કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!