થરાદ ખાતે ચામુંડા માતાજીના યજ્ઞ તેમજ મહા ભોજન પ્રસાદનું આયોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી થરાદ શહેરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સંવત ૨૦૮૧ના આસો સુદ – ૧૩, તા. **૦૫ ઓક્ટોબર ૨૦૨૫ (રવિવાર)**ના રોજ શિવનગર સ્થિત રામાણી નિવાસ, માતોશ્રી ખાતે શ્રી ચામુંડા માતાજીના યજ્ઞ પ્રસંગે અને રૂહાન ચિરાગ રામાણીના જન્મદિવસ તથા બાબરી પ્રસંગે સ્વરૂચિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ધાર્મિક આનંદ અને કુટુંબીય સૌહાર્દની વચ્ચે યોજાનાર આ પ્રસંગે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ અને સમાજજન ઉપસ્થિત રહી શુભાશિષ આપવા આવશે તેવી માહિતી મળી છે.આ પ્રસંગના યજમાન તરીકે થરાદ શહેર ભાજપ એસ.સી. મોરચાના પ્રમુખ શ્રી રામાણી પીરોમલ એમ. નઝાર તથા પૂર્વ પ્રમુખશ્રી શ્રીમતી કલાવતીબેન પી. નઝાર કાર્યરત રહેશે. સમગ્ર રામાણી પરિવાર દ્વારા સમસ્ત ધાર્મિક ભાવિકોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદમાં પધારવા અને આશીર્વાદ આપવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો.