THARADVAV-THARAD

રાહ પંથકનો ગૌરવ સૈનિક પારસદભાઈ પરમાર નું વતન પરત સ્વાગત

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

રાહ તાલુકાના વતની પારમાર પારસદભાઈ ગોવાભાઈએ ભારતીય સેનાની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતાં સમગ્ર રાહ પંથકમાં આનંદની લહેર દોડી ગઈ હતી. દેશભક્તિ ગીતોની ગૂંજ વચ્ચે યુવાન સૈનિકનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

ગામના આગેવાનો, વેપારી મિત્રો તેમજ સરકારી કર્મચારીઓએ પારસભાઈનું વધામણું કરતાં જણાવ્યું હતું કે રાહ તાલુકાનો આ યુવાન દેશ સેવાનો પવિત્ર માર્ગ અપનાવી પરિવાર, ગામ અને સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

 

પારસભાઈના આગમનથી રાહ વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને યુવા વર્ગમાં રાષ્ટ્ર સેવા માટેનો નવો જુસ્સો પ્રેરાઈ રહ્યો છે. આવા યુવાનો જ દેશનું ભવિષ્ય છે, એવી ભાવના ગામજનોએ વ્યક્ત કરી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!