THARADVAV-THARAD

થરાદમાં દારૂ-ડ્રગ્સના રાફડા ને લઈ કોંગ્રેસ ના પ્રહાર જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ગરમાવો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇચૌહાણ વાવ થરાદ

 

થરાદ, વાવ-થરાદ જિલ્લા :

થરાદમાં જીગ્નેશ મેવાણીના “પટ્ટા ઉતરાવી દેશું” નિવેદન બાદ ઉપજા રાજકીય વિવાદને લઈને બીજા જ દિવસે કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

 

કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં તેમના કાર્યકરો તરફથી થરાદ શહેર અને તાલુકામાં દારૂ અને ડ્રગ્સનું કેટલું વેચાણ થાય છે, કેટલા સ્થળોએ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની વિગતવાર માહિતી એકત્રિત કરી આંકડાઓ સાથે જાહેર કરવામાં આવશે. “જમીનસ્તર પર શું ચાલે છે તેની હકીકત અમે બારમાં મૂકી દેશું,” એમ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું.

 

જીગ્નેશ મેવાણીના ‘પટ્ટા ઉતરાવવાના’ નિવેદન મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસર કૃત્યમાં પકડાય તો તેની વરદી, પટ્ટા, સ્ટાર આપોઆપ ખોવાઈ જાય—એનો જ સંદર્ભ મેવાણીએ આપ્યો હતો. “અધિકારીઓ સામે કાયદો બોલે છે, વ્યક્તિગત ધમકીનું તેમાં કોઈ સ્થાન નથી,” એમ કોંગ્રેસના જિલ્લાધ્યક્ષે ઉમેર્યું.

 

આગળ તેઓએ જણાવ્યું કે હાલના નવા નિયુક્ત એસપી અને પીઆઈની ભૂમિકા પ્રશંસનીય છે, પરંતુ વર્ષોથી જમાવટ કરી બેસેલા કેટલાક અધિકારીઓને થરાદ તરુણાઈથી લઈ દારૂ-ડ્રગ્સ સુધી શું શું ચાલે છે એની પૂરી જાણકારી છે. “અમારો લક્ષ્ય રાજકીય વિવાદ નહીં, પણ યુવાનોને નશાના ઘરે થી બચાવવાનો છે,” એવા શબ્દોમાં કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી

Back to top button
error: Content is protected !!