GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

181 અભયમની વધુ એક સરાહનીય કામગીરી

 

સાસરિયાઓના ત્રાસથી 15 દિવસની નવજાત જન્મેલી બાળકીને સાથે લઈ ઘરેથી નીકળી ગયેલ પરપ્રાંતીય મહિલાનું સાસરી પક્ષ સાથે કુશળ કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવતી ટીમ અભયમ…
આજરોજ સાંજના સમયે શહેરના વાવડી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકનો 181 અભયમ માં કોલ આવેલ કે એક બહેન તેમનો પંદર દિવસનું બાળક સાથે મળી આવેલ હોય માટે મદદની જરૂર છે…
ત્યારબાદ કોલ આવતા ની સાથે અભયમ ટીમના કાઉન્સિલર સહિતની ટીમ એ મહિલા પાસે પહોંચેલ અને જાગૃત નાગરિક દ્વારા જણાવેલ કે આ બહેન સવારના ઘરેથી નીકળી ગયેલ હોય અને અત્યારે અહીંયા તેમના વિસ્તારમાં આવી પહોંચેલ હોય ત્યારબાદ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરેલ તો તેઓ પરપ્રાંતિય હોય અને અહીંયા તેમના સાસરી પક્ષ સાથે રહેતા હોય તેમજ મજુરી કામ કરતા હોય, મહિલાએ જણાવેલ કે તેમના સાસરી પક્ષમાં સાસુ સસરા અને તેમની નણંદ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસના કારણે તેઓ તેમની 15 દિવસની નવજાત બાળકીને લઈ સવારના ઘરેથી નીકળી ગયેલ હોય તેમના સાસુ અને નણંદ કામ બાબતે સતત રોકટોક કરી ત્રાસ આપતા હોય આથી સહનશીલતાની હદ પાર થતા તેઓ ઘરેથી નીકળી ગયેલ હોય માટે ટીમ દ્વારા મહિલાને તેમની બાળકી સાથે તેમની સાસરીમાં લઈ જઈ સૌપ્રથમ તેમના પતિનું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે એવો સવારના કારખાનામાં મજૂરી કામ કરવા નીકળી ગયેલ હોય માટે તેઓને આ બાબતની જાણ અત્યારે મજૂરી કામ થી પરત આવ્યા ત્યારે થઈ હોય અને તેમના માતા-પિતા કે બહેને પણ તેમને જાણ કરી નહોતી તેમણે વધુમાં જણાવેલ કે ઘરમાં ઘરકામ બાબતે વધુ ઝઘડો થાય છે જેમાં ઘરના સભ્યો વધુ હોય અને તેમના પત્ની પાસે ઘરનું બધું કામ કરાવતા હોય તેમના માતા તેમને એવું જણાવતા હોય કે તારી પત્નીને ઘરમાં કામ કરાવવા માટે જ લાવ્યા હોય માટે તે જ ઘરનું બધું કામ કરશે આ બધી બાબત વિશે જાણી કાઉન્સેલર દ્વારા મહિલાના સાસુ સસરા અને નણંદનું કાઉન્સિલિંગ કરેલ, નૈતિક ફરજ વિશે સમજાવેલ, અને કાયદાકીય માહિતી આપી કાયદાની સમજ આપેલ. આમ ટીમ દ્વારા કુશળ કાઉન્સિલિંગ કરી મહિલાના સાસરી પક્ષને સમજાવી સમાધાન કરવામાં આવેલ. આમ ટીમ સામે મહિલાના સાસરી પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હવે પછી આ બાબત ફરી ન થાય અને મહિલાને તેઓ માન સન્માન સાથે રાખશે અને ત્રાસ નહીં આપશે એવું જણાવેલ. આમ મહિલાના પતિએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ….

____________________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!