થરાદ તાલુકાના કોઠીગામ ગામે રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
કોઠીગામ ગામે અભય અગિયારસ વ્રત નિમિત્તે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથા વાંચન કરવામાં આવ્યું હતું.ભોજન પ્રસાદ રાખેલો તારીખ 20.12.2025થી 28.12.2025 સુધી આઠ દિવસનો બહુ સુંદર આયોજન કરેલો આજણા કોદળી પરિવાર તરફથી રાખવામાં આવેલ હતો આ કથાનો આઠ દિવસની અંદર રામ વિવાહ મામેરુ વગેરે શાસ્ત્રી દ્વારા વિવિધ પ્રોગ્રામનો બહુ અતિ સુંદર આયોજન રાખેલ તેમાં વાવ થરાદ જિલ્લામાંથી બધા ગામોમાંથી ભાઈઓ બહેનો સંતો મહંતો રાજકારણી તથા અધિકારીગણ બહુ બોહોળી સંખ્યામાં દરરોજ કથા જ્ઞાન સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા જ્ઞાન પૂરુ પાડવામાં આવેલો
વધુમાં કોઠીગામ ગામના પૂર્વ સરપંચ પટેલ રવજીભાઈ જણાવેલો કે અમારી ગામની અંદર અભય અગિયારસ વ્રત નિમિત્તે આયોજન કરેલ તેમાં અમારા યુવા મિત્રો તથા વડીલો સમરસ ગામે અમને બહુ સાથ અને સહકાર આપેલો છે આ કથાથી સિધ્ધરાજ બાપુ શાસ્ત્રી દ્વારા ગીતોનું જ્ઞાન અને પૂર્વ શાસ્ત્ર નો જ્ઞાન પૂરું પાડેલો ત્યાંથી નવી પેઢીને હિન્દુ શાસ્ત્ર વિશે બહુ બળો સંસ્કાર મળે અને નવી પેઢીને હિન્દુ ભાગવત ગીતા વિશે જ્ઞાન પૂરો થાય અને બહુ આનંદથી બોહળા પબ્લિક અમારા ગામમાં કથાનું રસપ્રદ લેવા વડીલો અને ભાઈઓ તથા બહેનો આવેલા અમને બહુ આનંદ અને લાગણી અનુભવીએ છીએ




