વાવ-થરાદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ હેરાફેરી સામે પાસા હેઠળ કડક કાર્યવાહી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા જિલ્લા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. દારૂના સપ્લાય અને ડેરાફેરીના ગુનામાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ અગાઉ જેલમાંથી મુક્ત થયા બાદ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાતા હોવાની માહિતી આધારે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા પાસા (PASA) હેઠળ અટકાયતની દરખાસ્ત કરવામાં આવી હતી.
આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વાવ-થરાદ દ્વારા મંજૂરી આપવામાં આવતા તાત્કાલિક અસરથી આરોપીઓના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં વિવિધ સ્થળોથી પાસાના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડી પાડવામાં આવેલા આરોપીઓને જુનાગઢ, ભાવનગર તથા રાજપીપળા જેલ ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓના નામ:
કિર્તીભાઈ ગણેશભાઈ પુરોહિત, રહે. અંબીકાનગર સોસાયટી, ભાભર, તા. ભાભર, જી. વાવ-થરાદ
મનડરસિડ અરજણસિડ ચૌડાણ, રહે. કરબુણ, તા. થરાદ, જી. વાવ-થરાદ
પ્રવિણભાઈ નાગજીભાઈ ગોહિલ, રહે. ખીમાણાપાદર, તા. વાવ, જી. વાવ-થરાદ




