ભારત બંધ ના એલાન ની અસર નર્મદા ના તિલકવાડા તાલુકામાં પણ જોવા મળી
ભારત બંધના એલાનને સમર્થન આપતા તિલકવાડા તાલુકાના બજારો સજ્જડ બંધ
વસિમ મેમણ / તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC ST આરંક્ષણ માં ક્રિમિલેયર ને લઈને તાજેતર માં જ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ ના આ નિર્ણયને લઈ SC ST આરક્ષણ બચાવો સંગઠન સમિતિ દ્વારા 21 ઓગસ્ટ ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધ ના એલાન ને સમર્થન આપતા આજ રોજ નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકાના બજારો સજ્જડ પણ બંધ રહ્યા હતા અને વેપારીઓએ સ્વયં દુકાનો બંધ રાખી આ બંધના એલાન ને પૂરો સમર્થન આપ્યો હતો
ઉલ્લેખનીએ છે કે અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા 21 ઓગસ્ટ અને બુધવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું કારણકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે આ નિર્ણય ને લઈ સમગ્ર દેશમાં SC અને ST સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા 21 ઓગસ્ટ બુધવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ બંધના એલાનને સમર્થન આપતા નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી ત્યારે તિલકવાડા તાલુકામાં પણ દેવલીયા તિલકવાડા બુંજેઠા સાવલી સહિતના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. વેપારીઓએ સ્વયં દુકાનો બંધ રાખી બંધના એલાનને પૂરો સમર્થન આપ્યો હતો તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા પણ ચારે બાજુ સજ્જત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.