THARADVAV-THARAD

થરાદ પોલીસે કાળા કાચ રાખી ફરતાં વાહનચાલકો સામે કડક કાર્યવાહી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસે કાળા કાચ (બ્લેક ફિલ્મ) ધરાવતા આશરે ૧૦૦ વાહનોની બ્લેક ફિલ્મ ઉતારી હતી. આ કાર્યવાહીમાં બે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી રૂ. ૧૫,૦૦૦થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

વાવ-થરાદ પોલીસ દ્વારા આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં ૩૦ જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો થરાદ હાઈવે પર તૈનાત રહ્યો હતો. પોલીસે ખાસ કરીને કાળા કાચવાળા વાહનો અને નંબર પ્લેટ વગરના વાહનોને નિશાન બનાવ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરતા બે વાહનોને ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કાળા કાચ દૂર કરવા તાકીદ કરી હતી.

થરાદ પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન સતત ચાલુ રહેશે. પોલીસની આ કડક કાર્યવાહીથી કાળા કાચ રાખીને ફરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને ટ્રાફિક નિયમોનું પાલન વધશે તેવી અપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!