ધાંગધ્રા શિશુકુંજ હાઇસ્કુલની વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભમાં લીમડી ખાતે ચક્રફેક સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.

તા.02/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લીમડી ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ચક્રફેક અડર 14 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સ્પર્ધકોને શિક્ષકો દ્વારા આશીર્વચન આપ્યા હતા અને રમતની શરૂઆત કરાવી હતી જેમાં ખેલાડીઓને ખેલદિલીથી રમવા અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી ત્યારે ધાંગધ્રા શિશુકુંજ હાઇસ્કુલની જેસડીયા અરના જાહિદભાઈ વિદ્યાર્થી ચક્રફેક અડર 14 ની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય કક્ષાથી ગ્રામ્ય સ્તર સુધીની રમતગમત પ્રતિભાઓને આગળ લાવવાની તક પ્રદાન કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ચક્રફેક અંડર 14 સ્પર્ધાનું આયોજન લીમડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધાંગધ્રા શિશુકુંજ હાઇસ્કુલની જેસડીયા અરના જાહિદભાઈ વિદ્યાર્થીએ ચક્રફેક અડર 14 ની સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ચક્રફેક સ્પર્ધા માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારે ધાંગધ્રા શિશુકુંજ હાઇસ્કુલનું નામ રોશન કરતા શિક્ષકો પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




