BANASKANTHAPALANPUR

જી.ડી મોદી વિદ્યા સંકુલ સ્થિત રોઝી બ્લુ પેવલિયનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુરના એન.એસ.એસ. વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જી.ડી મોદી વિદ્યા સંકુલ સ્થિત રોઝી બ્લુ પેવલિયનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી આ કેમ્પમાં ભાગ લીધો હતો.બ્લડ ડોનેટ કરનાર તમામ વિદ્યાર્થીઓને રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી. ડૉ.એસ.જી. ચૌહાણ સર તેમજ પ્રોફે.મુકેશભાઈ રાવલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ સમગ્ર આયોજન આચાર્ય શ્રી ડૉ.એસ.જી. ચૌહાણ સરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયકુમાર પ્રજાપતિ અને ડૉ. પ્રતીક્ષા બેન પરમારે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!