THARADVAV-THARAD

થરાદ થી જોધપુર નવીન બસ ચાલું કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ થી જોધપુર સુધીની બસ સેવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરતાં આજે નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

GSRTC પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી તથા તેમની ટીમ અને થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી તથા સ્ટાફના સંકલનથી આ નવી સેવા શરૂ કરવામાં આવી છે.

 

આ પ્રસંગે થરાદ ધારાસભ્ય ના કાર્યાલય ઇનચાર્જ હેમજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, ઉમેદદાન ગઢવી, ઉમજીબા, જૈમિનભાઈ, હિતેષભાઈ, નરેશભાઈ, મનીષભાઈ, કાશીરામભાઈ પુરોહિત, દેવીદાન ગઢવી, પીરાભાઈ, સોનલબેન વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી બસને જનસેવામાં મુકવામાં આવી.

 

આ બસ દરરોજ બપોરે 2:15 કલાકે થરાદથી નીકળશે અને રાત્રે 10:00 વાગ્યે જોધપુર પહોંચશે. તે જ રીતે, બીજા દિવસે સવારે 6:45 કલાકે જોધપુરથી નીકળીને બપોરે 2:00 વાગ્યે થરાદ આવશે.

બસ માર્ગ થરાદ, માંગરોળ, પીલુડા, સાંચોર, ગાંધવ, રામજીગોળ, ગુડા, નગર, સિણધરી, બાલોત્રા, પાંચપદરા થઈ જોધપુર સુધી રહેશે.

  1. એકતરફી અંતર 333.46 કિલોમીટર છે અને ભાડું રૂ. 389 નક્કી કરવામાં આવ્યું છે.હાલ આ સેવા પ્રયોગિક ધોરણે એક મહિના માટે ( તા.15/10/2025 થી તા.14/11/2025 સુધી ) શરૂ કરવામાં આવી છે. પોષણક્ષમ આવક પ્રાપ્ત થશે તો આ સેવા કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવશે.આ કાર્યક્રમમાં થરાદ ડેપો સ્ટેન્ડ ઇન્ચાર્જ રાણાભાઇ ધાનક, ક્રેડિટ સોસાયટી ડિરેક્ટર દિનેશભાઈ પટેલ, મનુભાઈ ત્રિવેદી, રાણાભાઇ વેંઝિયા, સોમભાઇ દેસાઈ, આશિષભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈ, ઈશ્વરભાઈ, અશોકભાઈ સહિત થરાદ ડેપો યુનિયનના હોદેદારો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ નવી બસ સેવા થરાદ તથા આસપાસના વિસ્તારના મુસાફરો માટે ખૂબ જ સુવિધાજનક સાબિત થશે અને લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરશે.

Back to top button
error: Content is protected !!