નાઈ સમાજના બંધારણથી નવીન દિશા અને રાહ મળશે ! ઉત્તમ સમાજનું નિર્માણ થાય તે માટેનું બંધારણ ઘડાયુ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ઢીમા ધરણીધર ભગવાનના સાનિધ્યમાં વાવ થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના નાઈ સમાજના બંધારણને લઈને નાઈ સમજના પ્રમુખ આંબાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સભા યોજવામાં આવી હતી જેમાં બીજી સમાજો બાદ હવે નાઈ સમાજ પણ પોતાનું અલગ બંધારણ ઘડવા એકત્ર થયો હતો વાવ તાલુકાના ઢીમા ખાતે નાઈ સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું જેમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાંથી અંદાજે હજારોથી વધુ લોકો જોડાયા છે કાર્યક્રમમાં સમાજમાંથી કુરિવાજો બદીઓ દૂર કરવા અને શિક્ષિત સમાજ બનાવવા સમાજના આગેવાનોએ મળીને બંધારણ ઘડવાનો નિર્ણય કર્યો આનો મુખ્ય ઉદેશ સામાજીક પ્રસંગોએ દેખા-દેખીમાં વધતાં જતાં બેફામ ખર્યાઓ અટકાવવાનો છે, જેનાથી મર્યાદિત આવકવાળા લોકો પણ પોતાનાં સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તથા સમાજમાં સમાનતાનો ભાવ લાવી શકાય જેનું દરેકે પોતાના ઇષ્ટદેવની સાક્ષીએ પાલન કરવું દરેક ગામ-ગોળ પરગણા મુજબ બંધારણ અમલીકરણ સમિતિઓ બનાવવી આ બંને જીલ્લાઓનું સામૂહિક બંધારણ હતુ આ બંધારણ કરતાં કોઈ ગોળ કે પરગણાનું ઓછું ખર્ચાળ અને કુરિવાજોમાંથી મુક્ત કરનાર હોય તો તેનો અમલ પ્રથમ કરવા નાઈ સમાજે વિવિધ 25 મુદ્દાઓનું બંધારણ ઘડયુ
*(1)બોકસ:-* સમાજના બંધારણને મહિલાઓએ પણ આવકાર્યો નિર્ણય
———————————
ઢીમા ખાતે ધરણીધર ભગવાનના સાનિધ્યમાં નાઈ સમાજના બંધારણ મહાસંમેલનમાં ભવિષ્યને લઈને નવાં વિચારો અને સંકલ્પો સાથે એકત્ર થયા હતા જેમાં લગ્ન, મરણ, વ્યસન, સગાઈ, મામેરું, આણું જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી આ નવુ બંધારણ સામાજિક વ્યવહારો, અને દ્રષ્ટિ સાથેનું છે ત્યારે આ મહાસંમેલનમાં લેવાયલ નિર્ણયો અને કુરિવાજોની નાબૂદી માટે નાઈ સમાજની પહેલને મહિલાઓએ પણ આવકારી હતી….
*(2) બોકસ :-* સમાજ શિક્ષણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે દિશામાં બંધારણમાં ભાર મૂકાયો
———————————
નાઈ સમાજના બંધારણની સભામાં ઉપસ્થિત વાવ સુઈગામ પ્રગણાના પ્રમુખ વિરાજી નાઈ માધપુરાએ જણાવ્યુ હતુ કે વાવ થરાદ અને બનાસકાંઠા જીલ્લાનુ નાઈ સમાજનું બંધારણ ઘડાયું છે જેમાં હજારોની સંખ્યામાં નાઈ સમાજ હાજર રહ્યો હતો અને સમાજ શિક્ષણ વધે તે દિશામાં બંધારણમાં ભાર મૂકાયો હતો તેમજ કુરિવાજો, પ્રસંગોમાં કેફી પદાર્થ નાબુદ તેમજ ખોટા ખર્ચા બંધ કરવા તેમજ સામાજિક પ્રસંગોમાં માટે બંધારણ ઘડવામાં આવ્યું છે…..
*(3) બોકસ:-* નાઈ સમાજ માટે આજનો ઐતિહાસિક દિવસ છે
———————————
પૂર્વ પ્રમુખ મઘાજી નાઈ ઘંટીયાળી એ જણાવ્યું હતું કે નાઈ સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના 900 થી વધુ ગામના સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને સમાજને બંધારણથી નવીન દિશા અને રાહ મળશે, દેખાદેખી હવે ઓછા થશે અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યા છે……
*(4) બોકસ:-* ઉત્તમ સમાજનું નિર્માણ થાય તે માટેનું બંધારણ ઘડાયુ
———————————
થરાદ શૈક્ષણિક સંકુલના મંત્રી વાઘજીભાઈ જાણદીએ જણાવ્યું હતું કે સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ઢીમા ખાતે સમાજના વિકાસ અને સમાજને આગળ લઈ જવાની દિશા માટે જે બંધારણ ઘડાયુ છે તે ઐતિહાસિક છે અને ઉત્તમ સમાજનું નિર્માણ થાય તે માટેનું બંધારણ ઘડાયુ છે….
*(5)બોકસ :-* સમયના પરિવર્તન અનુસાર બંધારણમાં મુદ્દાઓ સમાવેશ કર્યો છે
———————————
નાઈ સમાજના આગેવાન દશરથભાઈ નાઈ તીર્થગામ કહ્યું કે સમયના પરિવર્તન અનુસાર બંધારણમાં મુદ્દાઓ સમાવેશ કર્યો છે આ બંધારણથી નાઈ સમાજમાં કરોડો રુપિયાની બચત થશે અને તેના સ્થાને શિક્ષણ પાછળ ખર્ચ કરાશે જેથી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવશે…..




