વાવ થરાદ જિલ્લામાં પ્રથમ કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
બનાસકાંઠા જિલ્લામાંથી નવો થરાદ જિલ્લો બનાવ્યો એવા થરાદ જિલ્લાની અંદર આજે જિલ્લા કક્ષાનો પ્રથમ કૃષિ મેળાના અંતર્ગત પૂર્વ સાંસદપરબત ભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહન આપવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી સરકારી યોજનાઓ તથા આધુનિક ખેતીની પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોને ઉપયોગી બને તે માટે વિવિધ વિભાગો તથા ખાનગી સંસ્થાઓ દ્વારા માહિતીપ્રદ સ્ટોલો પણ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખેતીવાડી ગ્રામસેવક મિત્રો ની સાથે સાથે બાગાયત અધિકારી આ કાર્યક્રમ ના નોડલ અધિકારી તથા વિસ્તરણ અધિકારી ખેતી સહ નોડલ ની ભૂમિકા હતી તેમજ તાલુકાના મામલતદાર, ટીડીઓ, ખેતીવાડી અધિકારી, તલાટી, તથા અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને કૃષિ સંબંધિત નવી માહિતીનો લાભ લીધો હતો.