કાંકણપુર કોલેજ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગતશ્રી ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેર અને શ્રી જે એલ કે કોટેચા આર્ટસ એન ગાર્ડી કોમર્સ કોલેજ કાકણપુર ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ પ્રતાપસિંહ ચૌહાણ, કુલ સચિવ ડૉ.અનિલભાઈ સોલંકી તેમજ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ, કોલેજના આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ડો. કાનજીભાઈ પટેલે આદિવાસીના અધિકારો, હક, જીવન, રહેણીકહેણી, આદિવાસી સંસ્કૃતિ , આઝાદીમાં માનગઢના શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વ હેઠળ સોળસો આદિવાસીઓની બલિદાન, જાંબુઘોડામાં જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયક, વિજય વાળા તથા ભગવાન બિરસા મુંડાના બલિદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી પધારેલ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.ભાવેશ જેઠવાએ આદિવાસી કળા, આદિવાસી લોક નૃત્ય, એકતા તેમજ આદિવાસી લોકસાહિત્ય અંગે ચર્ચા કરી હતી, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ સુરેન્દ્રસિંહ ગોહેલે પોતાના જીવનમાં આદિવાસી જીવનના અનુભવોની વાતો કરી હતી, હિન્દી વિભાગમાંથી ડૉ.રાજેશભાઈ રાઠવાએ 9 મી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી તેમજ જળ ,જંગલ જમીન ,આદિવાસી રખવાળા અને આદિવાસી પ્રકૃતિપુજક ગણાવી તે અંગેની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય અને સ્ટાફગણ, કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ.જે .પી .પટેલ, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, બી.એડ ,એમ.એડ કોલેજના વિદ્યાર્થી , સ્ટાફગણ, બી.એસ.સી. અને એમ.એસ.સીના વિદ્યાર્થી, સ્ટાફગણ, શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેરના કોર્ડીનેટર ડો. મહેશભાઈ રાઠવા તેમજ કાંકણપુર કોલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા અંતમાં આભાર વિધિ હિન્દી વિભાગના ડૉ.જેન્તીભાઈ પટેલે કરી હતી.રાષ્ટ્રીય ગાનથી કાર્યકમ પૂર્ણ કર્યો હતો.





