GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સરસ્વતી વિદ્યામંદિર ખાતે બાળ સંસદની ચુંટણી યોજાઈ, 6 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૮.૨૦૨૪

હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 6 થી 8 ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આયોજન નો મુખ્ય હેતુ અભ્યાસની સાથે સાથે સામાજિક વિજ્ઞાન વિષયમાં સરકાર અને સરકારના અંગો, ચુંટણી પ્રક્રિયા,લોકશાહી વગેરે અભ્યાસક્રમમાં હોવાથી બાળકોને ચૂંટણી પ્રક્રિયા સમજ પડે તે અંગેનું માર્ગદર્શન તેમજ તેઓ રૂબરૂ EVM મશીન કેવી રીતે ઓપરેટ કરવું કેવી રીતે મત આપવો વગરેની જાણકારી મળી રહે તે હેતુથી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.ધોરણ1 થી 8 ના જનરલ સેક્રેટરી GS ની ચૂંટણી રાખવામાં આવેલ હતી, જેમાં ૬ થી ૮ ના બાળકોએ ખુશી ખુશી ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયા હતા.બાળકોએ ચૂંટણી અધિકારી, મહિલા મતદાન અધિકારી, મતદાન એજન્ટ વગેરેની કામગીરી નિભાવી હતી આમ લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયા ખૂબ સરસ રહી બાળકોએ સારો પ્રતિભાવ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!