પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
આજ રોજ ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે નગરની અલગ અલગ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ,ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી, તથા કુંદન પંચાલ અને અન્ય સ્ટાફ સાથે મળીને વાતાવરણ શુદ્ધ રહે અને વૃક્ષોનું જતન થાય તે હેતુ થી નગરના વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.