BANASKANTHAPALANPURUncategorized
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર નાં તમામ વિભાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું આયોજન કરવામાં આવ્યું
21 જૂન વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
૨૧ જૂન એટલે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ…!! ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા ભારતના યોગ ને વિશ્વ ફલક ઉપર સ્થાન મળ્યું છે. આ પ્રસંગે ૨૧ જૂન નાં દિવસે વિશ્ર્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીના ભાગ રૂપે પાલનપુરની જાણિતી શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિભાગોમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નાના ભૂલકાઓ થી લઇ કોલેજની દીકરીઓ, વાલીશ્રીઓ સહિત તમામ શિક્ષકોએ પણ યોગ કરી આ દિવસનું મહાત્મ્ય જાળવ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થા નાં પ્રમુખ રમેશભાઈ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના બાલમંદિર થી લઇ કોલેજ નાં આચાર્ય, ઉપાચાર્ય , સુપરવાઈઝર અને સ્ટાફ મિત્રો સહયોગથી કરવામાં આવ્યું હતું.





