નેત્રંગમાં દારૂનો જથ્થો ઝડપાયો:ભરૂચ LCBએ 74 હજારની કિંમતની 253 દારૂની બોટલો સાથે એક આરોપીને પકડ્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ તાલુકાની નવી વસાહતમાં રેડ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે.
પોલીસે આરોપી પાસેથી 253 નંગ નાની-મોટી દારૂની બોટલો અને બિયર ટીન કબજે કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 74,240 થવા જાય છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પ્રોહિબિશન વિરુદ્ધ સક્રિય કામગીરી કરી રહી છે.
પીએસઆઈ ડી.એન.તુવર અને તેમની ટીમ ઝઘડીયામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. તે આધારે તેમણે નેત્રંગ નવી વસાહતમાં મોહન કિશનભાઈ વસાવાના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરના પાછળના ઓરડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોહન વસાવાની ધરપકડ કરી છે. દારૂ સપ્લાય કરનાર પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબસિંહ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.



