GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં વાતાવરણે મીજાજ બદલતા કાલોલમાં દોઢેક કલાક ધોધમાર વરસાદ વરસ્યો.

તારીખ ૧૪/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકા માં આખા દિવસ સુધી ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે ગતરોજ સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાંથી કાળાં ડીબાંગ વાદળ સાથે એકાએક વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર મેઘરાજાએ પંથકના કેટલાક વિસ્તારોમાં ઘરોનાં પતરાં ઉડ્યા બનાવો બન્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડો પડવાની પણ ઘટના બની છે અને ભારે પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે ઝાપટા પડ્યા હતા જેથી કાલોલ પથકમાં આ વરસાદનાં પગલે લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને લઈ કાલોલ તાલુકા સહિત શહેરમાં ગત મોડી સાંજના સમયે ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે દોઢેક કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇ શહેરના મોટા ભાગ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને કમોસમી વરસાદને લઈ કાલોલ પંથકના ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી હતી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતી ને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે બીજી તરફ આંબાના ઝાડ ઉપર લટકતી કેરીઓ ભારે વાવાઝોડા સાથે નિચે પડી જતાં તેવા સંજોગોમાં કેરીના પાકને પણ નુકસાન જવાની શક્યતા જોવા મળી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!