GARUDESHWARNARMADAUncategorized

એકતાનગર ખાતે ત્રિ-દિવસીય કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક મોકડ્રીલ યોજાઈ

એકતાનગર ખાતે ત્રિ-દિવસીય કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક મોકડ્રીલ યોજાઈ

 

નર્મદા જિલ્લામાં NSG કમાન્ડો, વહિવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા સંયુકત મોકડ્રૂલનું આયોજન

 

વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સલામતી અને અગમચેતી અંગે તથા રોજીંદી પ્રક્રિયાનું સંચાલન ખોવાઈ નહીં અને આતંકીઓનો મનસુબો નાકામ બનાવવા સફળ મોકડ્રીલ હાથ ધરાઇ

 

ઓપરેશન માટે આવેલી ટીમોને એકતાનગર, વિવિધ બિલ્ડીંગ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નકશા દ્વારા બ્રિફ કરીને એન્ટ્રી, એકઝીટની સ્થિતિનો ચિતાર આપી ડી.વાય.એસ.પી. વાણી દૂધાતે સૌને વાકેફ કર્યા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

આકસ્મિક દુર્ઘટના ઘટે તેવા સમયે જાનમાલ અને લોકોની સલામતી અને સુરક્ષા માટે સાવધાની સાથે સંકટની પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સતર્કતા અંગે વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે. જેમાં તંત્રને ઈમરજન્સી કોલ આપવામાં આવે છે અને રિયલ ટાઈમમાં ઘટના સ્થળે પહોંચીને તેના ઉપર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવે છે.

આવી જ એક પ્રક્રિયા તારીખ ૦૮થી ૧૦મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ સુધી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તેમજ અન્ય બિલ્ડીંગમાં કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં SOU વહીવટી સંકુલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર શાખાને પ્રથમ દિવસે તા.૦૮મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૪-૩૦ની આસપાસ ઈમરજન્સી કોલ મળતા વિવિધ વિભાગોને આકસ્મિક ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે લોકલ પોલીસ અને SOG તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને બિલ્ડીંગને કોર્ડન કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિસ્થિતિ ગંભીર અને વિકટ જણાતા રાજ્ય કંટ્રોલરૂમ અને ઉચ્ચકક્ષાએ જાણ કરતા વિવિધ એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સુરક્ષા સલામતી અને સંકટ નિવારણ થી તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત દ્વારા પ્રાથમિક જાણકારી અને વહીવટી સંકુલની હયાત પરિસ્થિતિ અંગે ચિતાર આપીને લોકલ પોલીસને ઘટના સ્થળે તાત્કાલિક રવાના કરી હતી, ત્યારબાદ રાષ્ટ્રીય NSG કમાન્ડો ટીમને પણ જાણ કરતા ચેતક કમાન્ડો પણ જિલ્લા હોમગાર્ડ કચેરીએ કાફલા સાથે વાહન અને હથિયાર, સલામતીના સાધનો સાથે આવી પહોંચતા તેમને પણ બ્રિફ કરીને ઘટના અંગે વાકેફ કર્યા હતા. ત્યારબાદ આ ઓપરેશન પક્રિયા NSG કમાન્ડોએ તાત્કાલિક કોમ્યુનિકેશન એકશન પ્લાન દ્વારા સુરક્ષા સાથે કમાન્ડોને વહીવટી સંકુલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે છુપાયેલા આતંકીઓ અને ભયજનક બિલ્ડિંગ પર ચર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઓપરેશનમાં ડી.વાઈ.એસ.પી. કક્ષાના ઓફિસર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને ૧૧૬ જેટલા NSG કમાન્ડો અને કેપ્ટન વિશાલ પાટીદાર, મેજર વાસુ, ૩૦ SCG દ્વારા સફળ ઓપરેશન હાથ ધરી ભયમુક્ત સંકુલ બનાવ્યું હતું.

 

બીજા દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર ખાતે મોકડ્રીલ હાથ ધરાઈ હતી. જેમાં પણ જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમને મળેલા કોલના આધારે વિવિધ સુરક્ષા એજન્સીઓને જાણ કરી મોકડ્રીલની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્રણ દિવસની આ મોકડ્રીલ અંગે ડી બ્રિફીંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોકડ્રીલમાં સહભાગી તમામ સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા વહીવટી તંત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!