MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બે અઠવાડિયામાં કંન્જેકટીવીંટી વાયરસના 500 કેસ નોંધાયા

અમિન કોઠારી
મહીસાગર…

બાલાસિનોરમાં બે અઠવાડિયામાં કનજેકટીવાઈટીસ વાયરસના 500 કેસ નોંધાયા….

પેટા…..

આંખોમાં બળતરા,ખૂચવાનું ચાલુ થવું આ વાયરસનાં લક્ષણ છે : આંખના ડૉકટર

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કનજેકટીવાઇટિસ વાયરસના છેલ્લા બે અઠવાડિયામાં ૫૦૦ થી વધુ દર્દીઓએ સારવાર લીધું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે અને હાલ પ્રતિદિન ૭૦-૮૦ કેશ નોંધાતા હોવાનું જાણવા મળેલ છે.

મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં છેલા બે અઠવાડિયામાં આંખોમાં થતો વાયરસ કનજેકટીવાઇટિસ વાયરસના રોગમાં તાલુકામાંથી ૫૦૦ કરતા વધુ દર્દીઓ સપડાયા છે ત્યારે આ વાયરસ સામાન્ય પણે ચોમાસાની ઋતુમાં વધુ ફેલાઈ છે જેમાં શરૂઆતમાં આંખોમાં પાણી આવવાનું ચાલુ થાય છે ત્યારબાદ આંખોમાં ખુચવાનું ખૂચવાંનું ચાલુ થાય છે,આખો લાલ થાય છે અને આંખોમાં ચિકાસ આવે છે ત્યારે આ વાયરસ માં રિકવરી આવતા સાત થી આઠ દિવસ લાગે છે આ બાબતે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારસુધી ૧૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે.

ત્યારે નગરમાં આવેલી કે.એમ.જી હોસ્પિટલમાં ૨૫૦ થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે અન્ય હોસ્પિટલમાં ૧૩૬ ઉપરાંત કેસ નોંધાઈ ચુક્યા છે, ત્યારે આ બાબતે આંખોના નિષ્ણાંત ડોકટર નરેન્દ્રભાઈ જેતાવતે જણાવ્યું હતું કે આ વાયરસમાં સારવારમાં એન્ટીબાયોટિક બાયોટિક ટીપા આપવામાં આવે છે તેમજ ગરમ પાણીનો શેક કરવાનો સાથે વધુ દુઃખાવો થતો હોયતો દુખાવાની ટેબ્લેટ લેવાથી રાહત થાય છે વધુમાં આ રોગ ચેપી હોવાથી એકને થતાની સાથે જ ઘરમાં બધાને થાય છે જેથી જેને થાય તેને આંખે ચશ્મા પહેવાથી અન્યને થતાં આ ચેપી વાયરસ રોકી શકાય છે તેમ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!