GUJARATWANKANER

વાંકાનેર સીટી વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ;પોલીસ વાહન ચાલકોને દંડ દેવામાં વ્યસ્ત.

દારૂ પીધેલા પકડાય પરંતુ દારૂ વેચનાર પકડાતા નથી કે પછી પકડવા નથી!

મજૂરી કરી ઘર રેળવતાં લોકોને ટ્રાફિક નિયમનાં નામે દંડ આપવા કે પીધેલા લોકોને પકડવા કરતાં દારૂ વેચાણ કરતા લુખ્ખા ને પકડો તો ખબર પડે!

વાંકાનેર:હાલ ટ્રાફિક નિયમનની કડક કાર્યવાહી ચાલુ છે, ટ્રાફિક નિયમ તોડકાર લોકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ એમાં કંઈ ખોટું પણ નથી!પરંતુ કોઈ ગરીબ આ દંડની જાળ ના ફસાય એ પણ પોલીસે જોવું રહ્યું!

દારૂ પી ને ગાડી ચલાવે તો સ્વભાવિક છે કે અકસ્માત સર્જાવાની ભીતિ રહે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાય પરંતુ એના માટે ખાલી વાહન ચેક કરી,દારૂ પીધેલા લોકોને જ પકડવા શુ યોગ્ય છે? દારૂ પીધેલા ને પકડી લેશે એટલે અકસ્માત નહિ થાય? પોલીસ દારૂ પીધેલા ઉપર નહિ દારૂ વેચનાર લોકો સામે કાર્યવાહી કરો!

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીંબાળાની ધાર નજીક ખુલ્લા આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે.આજુબાજુના તમામ લોકોને ખબર છે ત્યાં દારૂ વેચાય રહ્યો છે ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે પરંતુ વાંકાનેર સીટી પોલીસ ને એ વાતની ખબર નથી! પોલીસ બધું જ જાણવા છતાં અજાણી બની રહે છે. આમ અજાણ્યું બનવા પાછળ નું કારણ શું છે એ તો કદાચ પોલીસ જ જાણતી હશે! દારૂ નું આમ ખુલ્લામાં વેચાણ થવું એ પણ પોલીસ ને એક ચેલેન્જ છે! તમારાથી કંઈ નહિ થાય પોલીસ તમે પકડો તો અમે બીજા દિવસે છૂટી જઈશું.ત્યારે જોવી વાંકાનેર સીટી પોલીસ અને દેશી દારૂ વેપલો કરતા લુખ્ખા તત્વોમાં કોની ધાક વધુ છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!