BHUJKUTCH

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદે સમીક્ષા બેઠક મળી

૫-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ધોરડો સફેદરણના આકાશમાં ૧૩મી જાન્યુઆરીએ

૧૯ દેશના ૧૩૨ પતંગબાજો લડાવશે અવનવી પતંગના પેચ

કચ્છના વહીવટીતંત્રની આંતરરાષ્ટ્રીય કાઇટીસ્ટોનું સ્વાગત કરવા વિશેષ તૈયારીઓ

ભુજ કચ્છ :-ધોરડો સફેદરણમાં ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. જેની તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજરોજ એક સમીક્ષા બેઠક યોજાઇ હતી.પતંગ મહોત્સવમાં ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે કલેકટરશ્રીએ વિગતો મેળવી જરૂરી સુચન કર્યા હતા.કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગીક અન્ય વ્યવસ્થા કરવા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા , ટ્રાફિક નિયમન તથા કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાસ સુચના આપવામાં આવી હતી.બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, નિયામકશ્રી જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી , જી.કે.રાઠોડ તથા સંબંધિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!