GUJARATKHERGAMNAVSARI

સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

વલસાડ,– ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને જવાબદાર વાહનચાલન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.આ કાર્યક્રમ આચાર્ય શ્રી તથા ડાયમંડ જુબિલી ઉજવણી સમિતિના કન્વીનર ડો. એ. સી. ધનેશ્વર ના માર્ગદર્શન હેઠળ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પી. જી. ચૌધરી, PI, વલસાડ પોલીસ, ટ્રાફિક વિભાગ શ્રી ડી. એ. પટેલ, RTO ઈન્સ્પેક્ટર, વલસાડ, શ્રી આર. જે. રાઠોડ, RTO ઈન્સ્પેક્ટર, વલસાડ,શ્રી જી. જે. પટેલ, PSI, ટ્રાફિક ઈન્ચાર્જ, વલસાડ સિટી ટ્રાફીક પોલીસ હાજર રહ્યા.

સેમિનાર સત્રની રજૂઆત શ્રી ડી. એ. પટેલ (RTO ઈન્સ્પેક્ટર, વલસાડ) દ્વારા કરવામાં આવી, જેમાં માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો, અકસ્માત નિવારણ અને જવાબદાર વાહનચાલન વિષય પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત અન્ય પ્રવુતિઓ જેવી કે પ્રતિજ્ઞા અભિયાન,ક્વિઝ સ્પર્ધા ,સલામતી રેલી,પોસ્ટર અભિયાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ CPR તાલીમનું પ્રદર્શન ડો.અમિત બારીસા તથા એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું – અકસ્માત કે અચાનક હૃદય બંધ થઈ જવાના સંજોગોમાં જીવ બચાવવા માટે CPR ટેક્નિકનું પ્રદર્શન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્થાનિક નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો, જેનાથી માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ વધુ અસરકારક રીતે ઉજાગર થયું. સરકારી પોલિટેકનિક, વલસાડ આવા અનેક જાગૃતિ કાર્યક્રમો કરી સમાજ અને દેશ માટે સલામતી અંગે એક અનોખી પહેલ કરી રહ્યું છે. કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રોફેસર શ્રી એચ. એસ. પટેલ અને શ્રી એસ. ડી. કલારા દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!