NANDODNARMADA

નર્મદા જિલ્લામાં જીઓ કંપનીના ટાવર માંથી થતી બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા

નર્મદા જિલ્લામાં જીઓ કંપનીના ટાવર માંથી થતી બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા

જીઓ મોબાઇલ ટાવરની બેટરીઓ ચોરી થવાની ઘટનાઓ બાદ ટેકનિકલ સર્વેલન્સ આધારે એલસીબી નર્મદા એ ગુનાનો ભેદ ઉકેલી ૮.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

બોક્ષ..
રાજપીપળામાં ભાડે ઘર રાખીને રહેતા હતા આરોપીઓ, પોલીસે કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો

નર્મદા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા તાલુકા સહિત જીઓ કંપનીના મોબાઇલ ટાવરની બેટરીઓ ચોરીના કુલ ૦૫ ગુનાઓ દાખલ થયા હતા જે ગુનાની તપાસમાં એલ.સી.બી. પી.આઇ જે. બી. ખાંભલા દ્વારા અલગ-અલગ ટીમના પોલીસ માણસોએ ચોરીવાળા સ્થળો તેમજ જીલ્લામાં એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટો ઉપરના કમાન્ડ કેન્ટ્રલના નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફુટેજ તેમજ શકમંદ ઇસમોની પુછપરછ દરમ્યાન આ મોબાઇલ ટાવર બેટરી ચોરીના કામે ગરૂડેશ્વર પો.સ્ટેવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તેમજ બનાવવાળી જગ્યા ઉપર કોઇ પુરાવા મળે તે હેતુથી વિઝીટમાં હતા દરમ્યાન ખડગદા પાસેના ગભાણા ગામ પાસે આવતા એક સફેદ કલરની એમ.પી. પાસીંગ બોલેરો ગાડી નં MP 18 C 1054 આવતાં સદર ગાડીને રોકી અંદર બેસેલ ઇસમોની પુછપરછ કરતાં ઇસમો શંકાસ્પદ જણાતા વધુ પૂછપરછ કરતાં તેઓએ મોબાઇલ ટાવરની બેટરી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી આ તમામ ઇસમો રાજપીપલા ખાતેના સીંધીવાડ ખાતે ભાડાથી મકાન રાખી રહેતા હતા અને તેઓની પાસેથી જીઓના મોબાઇલ ટાવરની કુલ-૧૦ બેટરીઓ રીકવર કરવામાં આવી છે બીજી બેટરીઓ દિલ્હી ખાતે કુરીયર મારફતે મોકલી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ (૧) સંજય સોહનલાલ યાદવ (૨) આકાશ મગનલાલ પટેલ (કુશ્વાહ)(૩) જુનેદ અનવર મલીક ને ૧૦ બેટરી બોલેરો પિકપ ગાડી મોબાઈલ ફોન સહિત કુલ ૮.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત અન્ય આરોપીઓ (૧) દિપક શરદકુમાર અરોરા (૨) સલમાન વકીલ મલીક (૩) દિપેન્દ્રસીંગ ઠાકુર રહેરીવા (મધ્યપ્રદેશ) (૪) રિઝવાન ચૌધરી રહે. ઝારખંડ કુલ ચાર આરોપીઓને ગુનામાં વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!