GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

109 IAS અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક સાથે 109 જેટલા IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. મુકેશ પુરી ,એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર , રૂપવંત સિંગ, મનીષાચંદ્રા, બી એન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જયારે રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

રાજ્યમાં 109 અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે જેમાં અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે અમદાવાદના કલેક્ટર તરીકે પ્રવિણા ડી કે ને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુને યુજીવીસીએલના એમડી તરીકેની જવાબદારી સોંપાય છે. રાજકોટના પીજીવીસીએલના નવા એમડી તરીકે એમ જે દેવનને જવાબદારી સોંપાઈ છે જ્યારે રાજકોટના નવા કલેક્ટર તરીકે પ્રભવ જોશી જવાબદારી સોંપવામાં આવી છે. સંદીપ સાંગલેને ઇન્ડસ્ટ્રી કમિશનર બનાવાયા છે, જયારે બરોડાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બછા નિધિ પાનીને જવાબદારી સોંપાઈ છે.

મહત્વનું છે, કે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી સહિત સિનિયર IAS અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને બેઠક બાદ બદલીના ભણકારા રાજ્યમાં સંભળાઈ રહ્યા હતા .પરંતુ સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર ગત શુક્રવારે જ રાજ્યના મુખ્યમંત્રીએ IAS અધિકારીઓની બદલીની ફાઈલ ઉપર સત્તાવાર રીતે મોહર મારતા આજે બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગના IAS અધિકારીઓની બદલી કરાવી છે, તો બીજી તરફ 10 જેવા અધિકારીઓને પ્રમોશન આપીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!