GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાં મનોદિવ્યાંગ “જય ઓરિયા” ને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ”મળ્યો

MORBI:મોરબી નાં મનોદિવ્યાંગ “જય ઓરિયા” ને
ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ”મળ્યો

વડોદરા ખાતે ગુજરાત ભર નાં સ્પેશીયલ નીડ ફિલ્ડ નાં સ્પેશીયલ ચાઈલ્ડ માં મોરબી નાં જય ઓરિયા ને તેમના નિરંતર પ્રયાસો વડે “બેસ્ટ સોસિયાલિઝમ ” બદલ આ એવોર્ડ મળેલ છે

મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભવ્ય કાર્યક્રમમાં 12 જેટલી કેટેગરીના 80 થી વધુ દિવ્યાંગ જનોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મોરબી નાં જય ઓરિયા ને “ધ ગાર્ડિયન સુપર એન્જલ એવોર્ડ” મળેલ છે, વડોદરા ખાતે નો આ કાર્યક્રમ ખુબ જ પ્રેરણાદાયી બનેલ છે, પ્રયત્નશીલ દિવ્યાંગ બાળકો/ પેરેંન્ટ્સ તેમજ તે ક્ષેત્રે કાર્યરત કેટેગરીના લોકો માટે આ એવોર્ડ્સ એ ગૌરવ નીબાબત છે.


મનો દિવ્યાંગ બાળકો નાં ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ કેટેગરી નાં શ્રેષ્ઠ લોકો ને તેમનાં સેવા સમર્પણ ને સન્માનીત કરેલ છે, ખાસ તો દિવ્યાંગ ક્ષેત્રે સુપર એન્જલ હીરો ને શોધી ને “ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે વર્તમાન સમય નાં અપડેટ સાથે નું જોડાણ મનો દિવ્યાંગ બાળક નાં જીવન નાં સામાજિકરણ માટે મહત્ત્વપૂર્ણ છે, અનુભવો ની પ્રક્રિયા દ્વારા આ બાળકો ઘણી પ્રગતિ સાધી શકે છે,સમયનાં પ્રવાહ મુજબ આવા બાળકોનું સામાજિકણ કરવા મનોવૈજ્ઞાનિક ટેકનિકોનો સમજપૂર્વક ઉપયોગ કરી સારા પરિણામો મેળવી શકાય, અને તે આજના સમયની જરૂરિયાત છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!