NATIONAL

શરદી, ઉધરસ અને દુઃખાવાની ત્રણ દવાઓ હવે તપાસના દાયરામાં સંપડાઈ

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શરદી, ઉધરસ અને દુઃખાવાની ત્રણ દવાઓ હવે તપાસના દાયરામાં સંપડાઈ છે. કેન્દ્રીય દવા નિયામકે આ દવાઓ બનાવતી કંપનીઓને તેની અસર તથા સુરક્ષા તપાસ માટે નવેસરથી ટ્રાયલ કરવા કહ્યું છે. આ એ દવાઓ છે જે અનેકવાર શરદી-ઉધરસ વખતે અપાય છે. આ ઉપરાંત ફિક્સ્ડ ડૉઝ કોમ્બિનેશન (FDCs) માં ઉપલબ્ધ એક પેઈનકિલર ડ્રગ પણ તપાસના ઘેરામાં છે.

માહિતી અનુસાર આ દવાઓનું વેચાણ છેલ્લાં 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ રહ્યું હતું. એક સિંગલ ડૉઝ આપવા બે કે તેનાથી વધુ દવાઓને મિલાવીને આપવાને FDCs કહેવાય છે.

એક અહેવાલ અનુસાર શરદી અને ઉધરસની જે દવાઓનું સુરક્ષા આકલન કરવા માટે નવેસરથી ટ્રાયલ કરવા સૂચન કરાયું છે તેમાંથી એકમાં પેરાસિટામોલ (એન્ટી પાયરેટિક), ફિનાઈલનફ્રાઈન હાઈડ્રોક્લોરાઈડ (નાક સંબંધિત શરદી-ઉધરસની દવા) અને કેફિન એનહાઈડ્રસ (પ્રોસેસ્ડ કેફિન) યુક્ત દવાઓ સામેલ છે. બીજી દવામાં કેફિન એન હાઈડ્રસ, પેરાસિટામોલ, હાઈડ્રોક્લોરાઈડ (મીઠું) અને ક્લોરફેનિરામાઇન મેલેટ (એન્ટી એલર્જી) દવા સામેલ છે.

Central Drug Regulatory Authorityએ ત્રીજી દવા એટલે કે પેઇન કિલર દવા માટે પોસ્ટ માર્કેટિંગ નિરીક્ષણની સલાહ આપી હતી જેથી તેની સુરક્ષા અને અસરને લઈને ડેટા તૈયાર કરી શકાય. આ દવા નોન સ્ટેરોઈડલ એન્ટી ઈન્ફ્લેમેટરી ડ્રગ હેઠળ આવે છે. આ દવામાં પેરાસિટામોલ, પ્રોપીફેનાજોન (એક એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક) અને કેફિન હોય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!