AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ટોલ ટેક્સથી સૌથી વધુ આવકમાં ગુજરાત ત્રીજા સ્થાને

ગુજરાત રાજ્યની સરકારી તિજોરી છલકાઈ છે. ગુજરાતને છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઇ-વેમાં ટોલટેક્સથી રૃપિયા ૧૫૩૩૨.૨૧ કરોડની આવક થઇ છે. જેમાં વર્ષ ૨૦૨૨માં એપ્રિલથી ડિસેમ્બર સુધી રૃપિયા ૩૨૩૯.૬૭ કરોડ આવકનો સમાવેશ થાય છે.

૨૦૨૨માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન નેશનલ હાઇ-વેમાં સૌથી વધુ ટોલ ટેક્સની સૌથી વધુ આવક થઇ હોય તેમાં ઉત્તર પ્રદેશ ૩૯૪૯.૨૦ કરોડ સાથે મોખરે, રાજસ્થાન ૩૪૯૦.૮૫ કરોડ સાથે બીજા, ગુજરાત ત્રીજા, મહારાષ્ટ્ર ૩૨૦.૫.૪૭ કરોડસાથે ચોથા અને કર્ણાટક ૨૨૬૮.૮૮ કરોડ સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાંથી પ્રતિ દિવસે સરેરાશ રૃપિયા ૧૧.૮૨ કરોડનો ટોલ ટેક્સ નેશનલ હાઇવેમાં ચૂકવવામાં આવ્યો છે.

લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર નેશનલ હાઇવે ફી-૨૦૦૮ના નિયમ ચાર અનુસાર નેશનલ હાઇ વેના ટોલ ટેક્સમાં દર વર્ષે વધારો કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સથી વર્ષ ૨૦૧૮-૧૯માં રૃપિયા ૨૭૪૫.૪૨ કરોડ, ૨૦૧૯-૨૦માં રૃપિયા ૨૯૮૩.૯૧ કરોડ, ૨૦૨૦-૨૧માં રૃપિયા ૨૭૨૦.૮૧ કરોડ, ૨૦૨૧-૨૨માં રૃપિયા ૩૬૪૨.૪૦ કરોડ અને ૨૦૨૨-૨૩માં રૃપિયા ૩૨૩૯.૬૭ કરોડની આવક થઇ છે. આમ, વર્તમાન નાણાકીય વર્ષમાં છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ આવક નોંધાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!