મહાઠગ કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલના પરાક્રમ મુદ્દે ગુજરાત એટીએસની 2 ટીમ પૂછપરછ કરી રહી છે. અત્યારે ગુજરાત એટીએસને માત્ર પૂછપરછ અને ઉલટ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. કિરણ પટેલે પીએમઓ ઓફિસમાં સોશિયલ મીડિયા એડવાઇઝરની ઓળખ આપી ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી કાશ્મીરમાં પ્રવાસ કર્યો હતો. 6 વર્ષ પહેલા અમદાવાદમાં કિરણ પટેલ વિરુદ્ધના ગુનાઓ અંગે ગુજરાત એટીએસ તપાસ અને પૂછપરછ કરશે.
કિરણ પટેલે માત્ર બનાવટી અધિકારી તરીકે પ્રથમ ગુનો નથી આચર્યો પણ તે ગુનાહિત પ્રવૃતિ કરવા ટેવાયેલો છે. તેણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં કાર ભાડે આપવાનું કહીને ૧૮ જેટલા નિવૃત પોલીસ અધિકારીઓને ૭૮ લાખનો ચુનો ચોપડ્યો હતો. તેમજ બાયડના વેપારીને તમાંકુનો વેપાર કરવાનું કહીને પોણા બે કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે વડોદરામાં વર્ષ ૨૦૧૮માં નવરાત્રીનું આયોજન કરવાનું કહીને લાઇટ ડેકોરેશનના સંચાલક સાથે લાખોની છેતરપિંડી કરી હતી. આમ, મિસ્ટર નટવરલાલ કિરણ પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી હતી.
જેથી એમ કે રાણા સહિત ૧૮ જેટલા અધિકારીઓ નવી ગાડીઓ ખરીદીને કિરણ પટેલને આપી હતી. જો કે પછી કારનું ભાડું આપ્યું નહોતું. જે અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા તેને જેલની હવા ખાવી પડી હતી.
જ્યારે બાયડના આશિષ પટેલ સાથે કિરણ પટેલે અન્ય આરોપીઓ સાથે મળીને સવા કરોડની છેતરપિંડી કરી હતી. જેમાં તેણે તમાંકુ અને પશુઓના આહારનો ધંધો કરવાના નામે રૂપિયા ૧.૭૫ કરોડ લીધા હતા. જે પૈકી તેની સાથે રહેલા અન્ય લોકોએ ૪૯ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. પરંતુ, કિરણ પટેલે સવા કરોડ ચુકવ્યા નહોતા.
આ કેસમાં તેને ત્રણ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. જ્યારે વડોદરામાં વર્ષ ૨૦૧૮માં નવલખી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું આયોજન કરીને જૈન ડેકોરેટર્સ વ્યવસાય કરતા પરિતોષ શાહને ૧૦ લાખ રૂપિયા ચુકવ્યા નહોતા. જો કે રાજકીય વગનો ખોટો ઉપયોગ કરીને તેણે આ ફરિયાદ રદ કરાવી હતી. આ ઉપરાંત, પણ તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પરંતુ, તેની રાજકીય વગના કારણે મામલો પોલીસ સુધી પહોંચે તે પહેલાં જ સમાધાન પર આવી જતો હતો.


વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો