MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડેન્ટિસ્ટ ડો.વિરલ પારેખનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા ખાતે ની રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારામાં એપ્રિલ 22 થી આજ સુધીમાં 44,000 થી વધુ દર્દીઓ ને નિદાન અને સારવાર આપવામાં આવી છે. ડેન્ટિસ્ટ ડો. વિરલ પારેખનું શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ ખાતે સન્માન કરાયેલ છે. ટંકારા હોસ્પીટલ માં ડો. દીપ ચીખલીયા (M.D.)એ 15 મી ડિસેમ્બર થી સુપ્રિન્ટેન્ડેન્ટ નો ચાર્જ સંભાળેલ છે. ત્યારથી દર્દીઓને વધુ સુવિધા તથા સારવાર મળી રહેલ છે. ત્રણ માસમાં 35 થી વધુ હૃદય રોગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવેલ અને તેમને જરૂરી સારવાર પૂરી પાડેલ. તેમાં 20 જેટલા પેશન્ટોને એનજીઓપ્લાસ્ટિની જરૂરિયાત હતી તેઓને સરકારી સહાય તથા નિયમ મુજબ બીજી હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂકવામાં આવેલ છે. ફેફસાઓના દર્દીઓને ખાસ સારવાર આપવામાં આવે છે ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. કોરોના સામે લડવા પૂરતી તૈયારી કરાયેલ છે.

ટંકારા વિસ્તારની વર્ષોની માગણી પછી એમડી ડોક્ટર નીમાતા સરકારી હોસ્પિટલમાં સારવાર વધુ સારી સુવિધા મળી રહે છે. ટંકારામાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી 44,000 થી વધુ, ડેન્ટલ ઓપીડી 4,200 ipd 4900 ડીલેવરી 550 તથા 12000 થી વધુ દર્દીઓનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલ છે . એલટીએલ 290 નોંધાયેલ છે. ટંકારા વિસ્તારમાં રેફરલ હોસ્પિટલ ખાતે ડો. દીપ ચીખલીયા સુપર સ્પેશિયાલિસ્ટ, ડો. વોરા મેડિકલ ઓફિસર, ડો. ભુપેન્દ્ર બી. શેઠ બાળરોગ,ડો. વિરલ પારેખ ડેન્ટિસ્ટ, ડો. પરીતા જાની ફિઝીયોથેરાપિસ્ટ સેવા ભાવના સાથે ફરજ બજાવી રહેલ છે.બાળ રોગ નિષ્ણાત ડો. ભૂપેન્દ્ર બી. શેઠ દ્વારા 8464 બાળ દર્દીઓને તપાસી સારવાર અપાય તેમજ 1,369 દર્દીઓને ઇન્ડોર સારવાર અપાયેલ છે. ટંકારા હોસ્પિટલમાં દાંતના રોગોનું નિદાન તેમજ સારવાર કરવામાં આવે છે. જેમાં દાંતને બચાવવા માટેની રૂટ કેનાલ સારવાર, દાંત કલરનો સિમેન્ટ પુરવો, દાંતની સફાઈ અને દાંત કાઢવાની સારવાર કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 4500થી વધુ દર્દીઓને તપાસી સારવાર આપેલ છે. આ ઉપરાંત દર્દીઓને વ્યસન મુક્તિ માર્ગદર્શન અને ઓરલ કેન્સર જેવા જટિલ રોગોનું નિદાન કરવામાં આવે છે.


નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વર્ગ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી તા. 20/ 3/ 23 ના રોજ અમદાવાદ ખાતે કરાયેલ. તેમાં વર્ગ 1 અને વર્ગ-2 ના આશરે 400 થી વધુ દંત સર્જનોની તાલીમ તેમજ વર્કશોપનું આયોજન કરાયેલ. જે દરમિયાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા 350 થી વધુ દંત સર્જનોની માંથી શ્રેષ્ઠ 5 ડોક્ટરોની પસંદગી કરવામાં આવેલ. તેમાં ટંકારા ખાતે ફરજ બજાવતા ડો. વિરલ પારેખ એ ટોપ 5 માં નંબર મેળવેલ. અધિક નિયામક ડેન્ટલ ડો. ગિરીશ પરમારના હસ્તે ડો. વિરલ પારેખ નું સર્ટીફીકેટ આપી સન્માન કરાયેલ. મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!