GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મતદાન કરો અને મોરબીની સયાજી હોટલમાં ૧૦% ડિસ્કાઉન્ટ મેળવો

MORBI:મતદાન કરો અને મોરબીની સયાજી હોટલમાં ૧૦% ડિસ્કાઉન્ટ મેળવો

મોરબીની સયાજી હોટલના માલિક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે લોકોને જાગૃત કરવાની આ પહેલમાં અમે મોરબીના હોટલ ના માલિકો પણ જોડાયા છીએ આગામી ૭ મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્યારે મોરબી અને ગુજરાતની જાહેર જનતાને વિનંતી કરું છું કે મતદાનના દિવસે શક્ય હોય એટલું વધુમાં વધુ મતદાન કરો. અને જે કોઈપણ વ્યક્તિ અમને મતદાનનું પ્રૂફ બતાવશે તે વ્યક્તિને ૧૦ % ફુડ ઉપર ડિસ્કાઉન્ટ આપશે જેથી તમારો કિંમતી મત જરૂરથી આપજો અને એ મતનો પુરાવો અમને બતાવી આ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવજો .

આગામી ૭ મેના રોજ સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણી યોજનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ આયોજનો કરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના વેપારીઓ પણ મતદાન જાગૃતિના આ પ્રયાસમાં જોડાઈ છે જેમાં મોરબી જિલ્લાની લગભગ તમામ મોટી હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા મતદાન કરેલા વ્યક્તિઓ માટે આગામી ૭ મેના રોજ ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તો સયાજી હોટલ દ્વારા પણ આ ઓફર મૂકવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી તંત્રની સાથે અનેક સંસ્થાઓ પણ લોકશાહીનું આ મહાપર્વ ઉજવવામાં આવી રહ્યું છે તો લોકશાહીના મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી મોરબીની અનેક હોટલ્સમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી ઓફર કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!