HALVADMORBIMORBI CITY / TALUKO

હાસ્યકાર જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ અત્યાર સુધી માં 5 કરોડ થી વધુ ના દાન નો ધોધ

હાસ્યકાર જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ અત્યાર સુધી માં 5 કરોડ થી વધુ ના દાન નો ધોધ

જામખંભાળીયામાં સાસુના નામની સરકારી પ્રાથમિક શાળા બનાવી

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગિરીશભાઈ ભીમાણી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા
આ શાળાના લોકાર્પણ સાથે જગદીશ ત્રિવેદીનું દાન પાંચ કરોડને પાર

દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ પોતાના સાસુના નામની તદ્દન નવી સરકારી પ્રાથમિક શાળા બનાવીને સરકારને સુપ્રત કરી હતી.

આ પ્રસંગે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગીરીશભાઈ ભીમાણી, તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ શાળા જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળા હતી જેનું માતુશ્રી ભાનુબહેન વસંતલાલ ભટ્ટ પ્રાથમિક શાળા એવું નામકરણ કરવામાં આવ્યું હતું.

આ શાળાના લોકાર્પણ સાથે જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ પાંચ કરોડને પાર કરી ગઈ છે. એમણે આરોગ્ય અને શિક્ષણ પાછળ કુલ અગિયાર કરોડ રૂપિયાનું દાન કરવાનો મનોરથ કરેલ છે અને એ માટે ૧૨/૧૦/૨૦૧૭ થી પોતાના દેશ-પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક તેઓ દાન કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્રારકાવાળા, વસંત પરેશ બંધુ , પરસોત્તમપરી ભજનીક , વિનુ ચાર્લી, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા , તેજસ પટેલ, ચંદ્રેશ ગઢવી અને મનન રાવલ જેવા ઘણાં કલાકારો, લેખકો, કવિઓ અને મોટી સંખ્યામાં જામખંભાળીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિશાલ જયસ્વાલ હળવદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!