SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે એમબીબીએસ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોગ પ્રોટોકોલ કાઉન્ટડાઉન કાર્યક્રમ અંતર્ગત સેમીનાર યોજાયો.

તા.06/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકોમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર રાજ્યમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વિવિધ જાગરૂકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં જ મે મહિનામાં નિ:શુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળો પર યોગ કોચ દ્વારા જાગરૂકતા સેમિનારો કરવામાં આવી રહ્યા છે જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નીતા દેસાઈ દ્વારા સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોગ પ્રોટોકોલ કાઉન્ટડાઉન કાર્યક્રમ અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય વિશે તથા યોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત આસનો, પ્રાણાયામો, સૂર્ય નમસ્કાર, સૂક્ષ્મ વ્યાયામ, ધ્યાન, શાંતિ પાઠ સહિત યોગમય પ્રવુતિઓ કરાવવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!