GUJARATSAYLASURENDRANAGAR

સાયલા શહેરના નેશનલ હાઇવે નજીક આવેલા લારી ગલ્લા સહિતના દબાણ ધારકો સામે કાર્યવાહી હાથ ધરી

તા.17/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાયલા શહેરમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-47 જુનો 8-અ ઉપર સાયલા ફ્લાયઓવર અને મૂળી અંડરપાસ બ્રીજ એ સરકારી મિલકત છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ROW માં બાંધવામાં આવેલો છે આ રસ્તાની આર.ઓ.ડબલ્યુ. હદમાં કોઇપણ જાહેર,ખાનગી વ્યક્તિઓ, સંસ્થાઓ, માલિકો દ્વારા કોઇપણ પ્રકારનો ટેમ્પરરી કે પરમેનન્ટ બાંધકામ કે બ્રીજના બાંધકામ ઉપર કોઇપણ પ્રકારના લખાણ, જાહેર વિજ્ઞાપન વિગેરે કરવા નહીં તેવી અનેક જાહેરાતો જોવા મળે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય ધોરીમાર્ગની આર.ઓ.ડબલ્યુ. રસ્તાની હદમાં મોટા પ્રમાણમાં લારી અને ગલ્લાઓ તેમજ સર્વિસ રોડ ઉપર આડેધડ વાહનનો ખડકલો જોવા મળે છે તેના કારણે પસાર થતા અન્ય વાહનો ચાલકને પરેશાની જોવા મળે છે આ બાબતે લીંબડી પ્રાંત અધિકારીએ સાયલા નેશનલ હાઈવે ઉપર આવેલા લારીઓને નોટીસ ફટકારી છે વધુમાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારના લારીઓ, ગલ્લાઓ, કેબિનો માલ સામાનનો વેચાણ કરવું કે મુકવું નહી અને જો આવી કોઇપણ પ્રકારની પ્રવૃતિઓ કે દબાણો કરવામાં આવેલા હશે તો જે તે વ્યક્તિઓ અને તેના માલિકોએ જાહેર નોટીસથી તાત્કાલિક ધોરણે સંપુર્ણ રીતે દુર કરવા સુચના પણ આપવામાં આવી છે અંદાજે 150થી વધુ નોટીસ આપવામાં આવતા દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી દબાણ ધારકો લારી ગલ્લા નહિ દૂર કરે તો કાયદા અને ન્યાય-ધ ટોલર ઓફ નેશનલ હાઇવે (લેન્ડ એન્ડ ટ્રાફિક) એક્ટ 2002 મુજબ કાર્યવાહી શરૂ કરશે તેવી પણ ચીમકી આપી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!