GIR SOMNATHGIR SOMNATH

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખ્યો

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીને પત્ર લખ્યો જેમાં જણાવ્યુ કે સમગ્ર વિશ્વભરનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર આવેલ છે જેમાં આપ ચેરમેન છો, જ્યારે તા.૨૮/૦૧/૨૦૨૪ ના રોજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરની આજુબાજુમાં ડેમોલેશન કરવામાં આવેલ છે જેમાં જી.આઈ.ડી.સી.ની સામે નબળા વર્ગના લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાના-મોટા ભંગારના ધંધા કરતાં વેપારીઓના મકાનો પાડી નાખવામાં આવેલ છે જ્યારે આ જગ્યા રોડથી ખુબજ દૂર અને નડતર ન હોવા છતા પણ તેઓને કોઈ જાણ કર્યા તથા તેઓની બીજી જગ્યાએ વ્યવસ્થા કર્યા પહેલા પાડી નાખવામાં આવેલ છે તેમજ સોમનાથ મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વારથી મંદિર સુધીમાં આશરે ૧૫ વર્ષથી લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નાના મોટા ધંધા કરતાં જેમાં ખાસ કરીને મંદિરને અનુલક્ષીને મંદિરને લાગત ત્રિસુલ, માળા, પ્રસાદ જેવી નાની-મોટી ધાર્મિક વસ્તુઓનો વેપાર કરતાં ત્યાં પણ અચાનક રાતોરાત પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલેશન કરવામાં આવેલ છે જ્યારે સોમનાથ ટ્રસ્ટને અનુલક્ષીને કોઈ પ્રશ્નો ઊભા થયે ટ્રસ્ટ તેમજ પાટણના આગેવાનો મળીને નિવારણ લાવતા આવ્યા છે જ્યારે હાલ જે ડેમોલેશન કરવામાં આવેલ છે તેની કોઈને પણ જાણ વિના પોલીસ પ્રોટેક્શન સાથે રાખી કરવામાં આવેલ છે તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરની સામે કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલ છે ત્યાં નાના-મોટા વેપારીઓને પાઘડી પેટે દુકાનો આપવામાં આવેલ છે જેનું તમામ દુકાનદરો દર વર્ષે રેગ્યુલર ભાડું ભરી ટ્રસ્ટના નીતિનિયમ મુજબ ચાલતા અને જ્યારે ભાડા કરારમાં વધારો થાય ત્યારે રેગ્યુલર ભાડુ ચૂકવતા હતા. પરંતુ તા.૨૮/૦૨/૨૦૨૪ ની મોડી રાત્રે કોમ્પ્લેક્સની આગળ કોઈને જાણ કર્યા વિના દીવાલ બાંધી દેવામાં આવેલ છે જેથી નાના-મોટા દુકાનદારો કોમ્પ્લેક્ષમાં જઈ ન શકે અને આશરે ૭ દિવસથી દુકાનદારોનો લાખો રૂપિયાનો માલ-સામાન કોમ્પ્લેક્ષમાં ફસાય ગયેલ છે જેના કારણે હાલ વેપારીઓમાં ખુબજ દુખની લાગણી છવાય ગયેલ છે.
સોમનાથ મંદિરની બાજુમાં પાટણનો મુખ્ય રસ્તો આવેલ છે કે જ્યાથી લોકો સોમનાથ મંદિર ખાતે સહેલાયથી દર્શનાર્થે જઈ શકે અને દરરોજ અનેક પાટણના લોકો તેમજ અન્ય લોકો આ રસ્તા ઉપરથી અવાર-જવર કરતાં હોય છે કારણ કે આ રસ્તો ખુબજ જૂનો રસ્તો છે અને કોઈ ઈમરજન્સી કામકાજ જેમ કે એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર જેવી ઈમરજન્સી માટે આ એક રસ્તો સહેલાઇથી જવા આવવા માટેનો રસ્તો હતો તે રસ્તો પણ રાત્રિના સમય દરમિયાનપોલીસ પ્રોટેકશન સાથે રાખી બંધ કરવામાં આવેલ છે, જેથી પાટણ સહિત આજુબાજુના લોકોમાં રોષ તેમજ દુખની લાગણી છવાય ગયેલ છે કારણ કે વર્ષો જૂનો રસ્તો કે માત્ર જવા આવવા માટેનો મુખ્ય રસ્તો હતો અને ક્યારેય પણકોઈ પ્રશ્નો ઊભા થયે ટ્રસ્ટનાં લોકો અને પાટણના આગેવાનો બેઠક કરી પ્રશ્નોનું નિવારણ કરતાં આવ્યા છે જ્યારે હાલપાટણના પ્રજાજનો અને આગેવાનોની જાણ બહાર રાત્રિના સમય દરમિયાન ટ્રસ્ટ દ્વારા પોલીસના જોરે દીવાલો ચણીરસ્તો બંધ કરી દેવામાં આવેલ છે, જેથી સોમનાથના નાના-મોટા વેપારીઓ કે જેઓ પોતાના પરિવારના ગુજરાનમાટે ધાર્મિક વસ્તુઓ વેચતા તેમજ કોમ્પ્લેક્ષના નાના-મોટા વેપાર કરતાં લોકોનો ધંધો છીનવી લેવામાં આવેલ છે.
જેનાથી લોકો ખુબજ નારાજ થયેલ છે, ખાસ કરીને હનુમાનજીનું જૂનું મંદિર આવેલ છે તે પણ ૫૦% પાડી નાખવામાંઆવેલ છે કારણ કે મંદિરના ડેમોલેશન દરમિયાન લોકોને જાણ થતાં પહોચી ગયેલ અને ડેમોલેશન રોકવામાં આવેલહતું. જેથી હાલ સોમનાથ મંદિર ખાતે ખુબજ પરિસ્થિતી ગંભીર બનતી જાય છે, અને સોમનાથ મંદિર વિશ્વભરનુંપ્રથમ જ્યોતિલિંગ છે જેથી દિવસેને દિવસે શ્રધ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો જાય છે જ્યારે ટ્રસ્ટ દ્વારા નબળાલોકો સાથે આવું જાણ વિના ડેમોલેશન કરવામાં આવે તો ટ્રસ્ટની નામના ખરાબ થાય છે, અમો દ્વારા રૂબરૂ ટ્રસ્ટનાંલોકો સાથે મૌખિક રજૂઆતો કરેલ અને સોમનાથ ટ્રસ્ટના સંચાલક યોગેન્દ્રભાઈ દેસાઇ છે જે હાલના નવા ટ્રસ્ટી છેતેમની સાથે પણ અવાર નવાર મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે પણ હકારાત્મક કોઈ જવાબ આપવામાં આવેલનથી. જેથી પાટણના લોકો તેમજ નાના-મોટા વેપારીઓ અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ સાથેરહી બે દિવસ દુકાનો બંધ રાખી કલેક્ટરશ્રીને આવેદન પણ આપવામાં આવેલ છે, પરંતુ હાલ આ વિસ્તારના લોકોનીનારાજગી દરરોજ વધતી જાય છે, જેથી કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કે ઉપવાસ આંદોલન જેવી પરિસ્થિતીઊભી ન થાય તેવા હેતુથી સોમનાથ ટ્રસ્ટ તથા વિશ્વભરનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું નામ ખરાબ ન થાય માટેતાત્કાલિક ધોરણે આ અંગે ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે બેઠક બોલાવી મધ્યસ્થ રસ્તો કાઢી ઉદભવેલ પ્રશ્નોનું નિવારણ લાવવા પત્ર લખ્યો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!