GIR SOMNATHGIR SOMNATH

મહિલા સશક્તિકરણના પ્રેરણાસ્ત્રોત પ્રો. રમેશ મકવાણાને પદ્મશ્રી પ્રેમજીત બારીયાના હસ્તે ‘સમાજ રત્ન એવાર્ડ’ એનાયત

તા.13 એપ્રિલના રોજ શ્રીરામ ઓડિટોરિયમ,સોમનાથ ખાતે ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જ્ન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં સમગ્ર ગુજરાતનાં મહાનુભાવો મોટી સ્ંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.તે નિમિતે ગુજરાત સરકાર દ્વારા એનાયત વિવિધ એવાર્ડ રત્નોનું ‘સમાજ રત્ન એવાર્ડ’ દ્વારા પદ્મશ્રી પ્રેમજીત બારીયાના તથા સંસ્થાના ચેરમેનશ્રી ભગવાનભાઈ સોલંકીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્ર્મમાં ગુજરાતની વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના જાણીતાં સમાજશાસ્ત્રી પ્રો. રમેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં. પ્રો.મકવાણાને પદ્મશ્રી પ્રેમજીત બારીયાના હસ્તે શાલ ઓઢાડી અને ‘સમાજ રત્ન એવાર્ડ’ એનાયત કરવામાં આવેલ હતો. તેનું કારણ એક તો શિક્ષણ, સંશોધન તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે પ્રો.રમેશ મકવાણા છેલ્લા બે દશકાથી નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. માટે તેઓશ્રીને ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને રૂપિયા એક લાખ રૂપિયા ગુજરાત સરકાર તરફથી એનાયત થયેલ છે.પ્રો. મકવાણાનું સૌથી મહત્વનુ પ્રદાન ગુજરાતનાં ૩૦૦ મહિલા સરપંચો પર સંશોધન કાર્ય કર્યું છે. તેમાં સરપંચોના પ્રશ્નો-પડકારો જાણી અને તેના ઉકેલની દિશા બતાવવામાં પ્રભાવક કાર્ય કર્યું છે.આ મહિલા સરપંચો પોતાના ગામમાં શૌચાલયની યોજનાનો લાભ ગામ લોકોને અપાવે તેવી જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય પ્રો. મકવાણાએ કર્યું છે. પંચાયત ક્ષેત્ર સાથે સંકળાયેલ મહિલાઓના સશક્તિકરણ માટે પ્રમુખ ભૂમિકા ભજવી છે.
પ્રો. મકવાણાનું સૌથી મૂલ્યવાન યોગદાન ગુજરાતનાં અનેક યુવાનોમાં નશામુક્તિ, કુરિવાજો નાબૂદી, વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ લાવવી,પર્યાવરણ જાગૃતિ, સમાજમાં સમરસતા સ્થાપિત કરવા પ્રયાસો કરવા,દહેજ મુકત લગ્નો અંગે જાગૃતિ લાવવી,સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને જાગૃત કરવા અને બેટી-બચાવો,બેટી પઢાવો અંગે લોક જાગૃતિ ફેલાવવામાં ભગીરથ કાર્ય કર્યું છે. ડૉ. મકવાણા પોતાના વક્તવ્ય બાદ અનેક યુવક-યુવતીઓને સામાજિક બંદીમાંથી  મુક્તિ મેળવવા માટે શપથ પણ  લેવડાવે છે અને યુવાનોમાં  સામાજીક પરિવર્તનની મિશાલ પ્રો. મકવાણા પ્રગટાવી રહ્યા છે. છેલ્લા બે દશકાથી સમાજ ઉત્થાનની નોધપાત્ર કામગીરી  પ્રો. મકવાણા કરી રહ્યા છે જે યોગદાન સૌથી અગત્યનું છે. પ્રો. મકવાણાની વિવિધ ક્ષેત્રોમાની કામગીરીને લક્ષમાં લેતા તેઓ હાલ ભારત સરકારના આદિવાસી નીતિ આયોગમાં વિષય નિષ્ણાંત તરીકે અને બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશન ભારત સરકાર દિલ્હીમાં સભ્ય તરીકે નિમણૂંક પામેલ છે.
શિક્ષણ ક્ષેત્રે પ્રો.મકવાણા નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના ૨૫ પુસ્તકો અને ૬૫ શોધ લેખો પ્રકાશિત થયેલ છે. ૧૦૫ સંશોધન પેપરો કોન્ફરન્સોમાં રજૂકરેલ છે. ૬ સંશોધન પ્રોજેકટ યુજીસી અંતર્ગત પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં ૪૫ વિદ્યાર્થીઓ પીએચ.ડી. અને ૫૪ વિદ્યાર્થીઓ એમ.ફિલ. થયા છે. તેમના નેતૃત્વમાં નોંધપાત્ર યુવા સંશોધકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફેલોશિપ પ્રાપ્ત થયેલ છે. તેમના નેતૃત્વમાં તાલીમ પામેલ નોધપાત્ર સંખ્યાનાં વિદ્યાર્થીઓ ગુજરાતની અનેક સંસ્થાઓમાં શિક્ષણ, સંશોધન અને વ્યવસાયના ક્ષેત્રે પાયાની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્યપદ અને સેવા બજાવે છે.
આ એવાર્ડ અગાઉ ડૉ. મકવાણાએ સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકા ભજવવા બદલ ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત ડૉ. બાબાસાહેબ આંબેડકર એવાર્ડ ગુજરાત સરકાર તરફથી મળેલ છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ દિલ્હીથી ભારત શિક્ષારત્ન એવાર્ડ, યુવાન સરપંચોને સશક્ત બનાવવા બદલ દિલ્હીથી સરદાર પટેલ એવાર્ડ અને યુવાન સમાજશાસ્ત્રી તરીકેનો ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનો એવાર્ડ,ઉદયુરથી સમાજ વૈજ્ઞાનિક એવાર્ડ તેમજ ગુજરાત અને ભારતની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમને વિવિધ એવાર્ડથી સન્માનીત કર્યા છે. કાર્યકમના અંતે પ્રો.મકવાણાએ સંસ્થાના ચેરમેનશ્રી ભગવાનભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.પ્રો. રમેશ મકવાણાએ ખરેખર સરદાર પટેલ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ॰

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!