GIR GADHADAGIR SOMNATHGUJARAT

વડીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનાં બે ગુન્હામાં છેલ્લાં આઠ (૮) વર્ષથી પરપ્રાંતિય નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા

વડીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનાં બે ગુન્હામાં છેલ્લાં આઠ (૮) વર્ષથી પરપ્રાંતિય નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

પ્રાપ્ત વિગતો અનુસાર

સને-૨૦૧૬ માં રાત્રીના સમયે મોટી કુકાવાવ ગામે તથા જંગર તા.વડીયા કુકાવાવ ગામોમાં મજકુર આરોપી તથા સહ આરોપીઓએ ભેગા મળીને રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાઓ તથા અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ત્યાંથી ભાગી ગયેલ હોય અને આ બાબતે વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય આ ગુન્હાના કામે મજકુર ઇસમ નાસી જઇ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા આશરે ૦૮ વર્ષથી નાસતો ફરતો હોય અને આ કામે મ્હે. નામદાર વડીયા કોર્ટ દ્રારા સી.આર.પી.સી. કલમ-૭૦ મુજબનુ પકડ વોરંટ ઇશ્યુ કરેલ
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ની આદર્શ આચાર સંહીતા અમલમાં હોય અને ચુંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયીક વાતાવરણમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર મુખ્ય નિર્વાચિન અધિકારી ગુ.રા.ગાંધીનગર તથા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા શહેર/ જીલ્લાઓમાં નોંધાયેલ ગુન્હાઓ પૈકી વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂં ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ જે અન્વયે
મ્હે. ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા રેન્જની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્રારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ જેથી સી.એન.દવે સા. પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીનાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડની ચોકકસ બાતમી આધારે (૧) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૦૭/૧૬ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ તથા (૨) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૧૬ આઇ.પી.સી. ક. ૩૮૦,૪૫૭ વિ. મુજબના કામે આઠ (૦૮) વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને તા.૦૩/૦૪/૨૦૨૪ ના રોજ કુકાવાવ ખાતેથી મળી આવતા આરોપીની તપાસ પુછપરછ કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા વડીયા પો.સ્ટે. સોંપવા સારું કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપી:- સપેસીંગ ઉર્ફે સપુ પાનસીંગ મુવેલ (મોહનીયા) ઉ.વ.-૩૪ રહે. ભોરકુવા, કાના કાકડ ચોકી, તા.જોબટ જી.અલીરાજપુર રાજય-મધ્યપ્રદેશ

આ કામગીરી શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે શ્રી સી.એન.દવે પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા અના.એ.એસ.આઇ શ્યામકુમાર એ. બગડા, અના.હેડ કોન્સ. પરેશભાઇ બી. સોધરવા તથા પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા, પો.કોન્સ. રીનાબેન ધોળકીયા

oplus_1058

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!