GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં યોજાયું મહા મતદાન.

સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો આગામી નવમી માર્ચના રોજ ગાંધીનગર મધ્યે કર્મચારીઓની મહાપંચાયતમાં યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા – ૦૮ માર્ચ : શિક્ષકો સહિત કર્મચારીઓએ બહોળી સંખ્યામાં આ મહા મતદાનમાં જોડાયા તેમજ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન, પેન ડાઉન તેમજ ચોક ડાઉન પણ કરાયુ.જો સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો આગામી નવમી માર્ચના રોજ ગાંધીનગર મધ્યે કર્મચારીઓની મહાપંચાયતમાં યોજાશે.છેલ્લા કેટલાય વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન પુન: લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે, વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો, જોકે વખતોવખત રજુઆત કરવા છતાં ઠરાવ બહાર પાડેલ નથી તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ શિક્ષકો સહિતના કચ્છ જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે મહા મતદાન કરશે જેમાં કચ્છ જિલ્લામાં એક ચુંટણી અધિકારી તેમજ પાંચ મદદનીશ ચુંટણી અધિકારી નિમવામાં આવેલ હતા. એ જ રીતે કચ્છના તમામ દશ તાલુકાઓમાં પણ મુખ્ય ચુંટણી અધિકારી, મદદનીશ તેમજ ઝોનલ ઓફિસરની નિમણુંક કરાઈ હતી. શાળામાં ચૂંટણી મથકમાં એક એક પ્રિસાઈડિંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવેલ , આ સ્થાન પર મત પત્રકમાં પોતાની માંગણીઓ સામે ટિક માર્ક કરી મતદાન કરી અલગ અલગ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને શાળાના શિક્ષકો દ્વારા મતદાન કરાવવામાં આવેલ હતુ. વળી દરેક તાલુકાઓમાં ફરતી મતપેટીઓ પણ મહા મતદાન માટે તૈયાર કરાઇ હતી. સમગ્ર જિલ્લામાં માટે ૧૫૦ જેટલી સ્થાઇ તેમજ ૧૦ જેટલી ફરતી મતપેટીઓ વડે બહોળી સંખ્યામાં શિક્ષકો તેમજ કર્મચારીઓ દ્વારા મહા મતદાન કરવામાં આવેલ હતુ. ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ મહા મતદાની સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન, પેન ડાઉન, ચોક ડાઉન પણ કરેલ હતુ. સાંજે તમામ તાલુકાઓમાંથી મતપેટીઓ જિલ્લા મથકે આવેલ અને જિલ્લા મથકે મતપત્રોની ગણતરી મોડી રાત સુધી ચાલેલ હતી અને રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરવામાં આવેલ હતુ. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના પદાધિકારીઓ દ્વારા સમગ્ર ગુજરાતભરના તમામ કર્મચારી તેમજ શિક્ષકો દ્વારા 6 માર્ચના રોજ થયેલ મહામમતદાનના 3,45,608 બેલેટ પેપર આજરોજ CM કાર્યાલયની રજીસ્ટ્રીમાં જમા કરાવેલ હતા. જો કર્મચારીઓની માંગણીઓ તેમજ પડતર પ્રશ્નો બાબતે ઠરાવ કરવામાં નહી આવે તો આગામી તા.૦૯/૦૩/૨૪ શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની મક્કમ મહા પંચાયત યોજાશે. આમ, શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ હાલ પોતાની ઓ.પી.એસ. સહિતની માંગણીઓ માટે લડી લેવાના મૂડમાં છેસમગ્ર આયોજનને સફળ બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી રામસંગજી જાડેજા, માર્ગદર્શક મૂરજીભાઇ ગઢવી, મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી નયનભાઈ વાંઝા, અલ્પેશભાઈ જાની, રમેશભાઈ ગાગલ, કલ્પેશભાઈ ચૌધરી, ભરતભાઇ ભુરિયા સહિત તાલુકા ચૂંટણી અધિકારી તરીકે શામજીભાઈ કેરાશિયા, ચેતનભાઇ લાખાણી, કે.પી.ચૌહાણ, મયુરભાઈ પટેલ, રઘુભાઈ વસોયા, લખધીરસિંહ જાડેજા, પુનશીભાઈ ગઢવી, નિલેશભાઈ અબોટી, કૈલાશભારથી ગોસ્વામી, રવીન્દ્રભાઈ પટેલ, રૂપેશભાઇ સોલંકી, ભરતભાઇ ધરજીયા, કિશનભાઇ પટેલ, વિરેનસિંહ ધલ, નરેન્દ્રસિંહ જાડેજા, નાથાભાઇ ચૌધરી, હરેશભાઈ ત્રિવેદી, હિરેનભાઈ વાસાણી, શૈલેન્દ્રસિંહ જાડેજા, બળવંતભાઈ છાંગા, સુનિલભાઈ મહેશ્વરી સહિતના તમામ તાલુકા, જિલ્લાના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. એવુ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયુ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!