GUJARATNANDODNARMADASAGBARA

સાગબારા ગામે નેશનલ હોટલ પાસે ટ્રકમાં શોર્ટ સર્કિટ થતાં ભડભડ સળગી ઉઠી ૨.૯૨ લાખનું નુકશાન

સાગબારા ગામે નેશનલ હોટલ પાસે ટ્રકમાં શોર્ટ સર્કિટ થતાં ભડભડ સળગી ઉઠી ૨.૯૨ લાખનું નુકશાન

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે નેશનલ હોટલ ના પાર્કિંગમાં મૂકેલી ટ્રકમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી ગઈ હતી જેના કારણે ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં ૨.૯૨ લાખનું નુકશાન થવા પામ્યું છે

ટ્રકના ડ્રાઈવર ફરીયાદી દૌલતખાન ઓસ્માનખાન રહે.તમ્મડપલ્લી ભારથ નગર કોલોની પોસ્ટ પસ્તાપુર,તા.ઝહીરાબાદ,જી.સંગાર્ડી (તેલંગણા) એ લખવેલ ફરિયાદ મુજબ અશોક લેલન્ડ ટ્રક નંબર- KA 56 6691 માં ધાણા, જીરૂ પોર્સેલીન સેટ તથા પમ્પ ભરેલી ટ્રક સાગબારા નેશનલ હોટલના કમ્પાઉન્ડમા પાર્ક કરીને મુકેલ હતી તે ટ્રકના એન્જીનના ભાગે વાયરીંગમા શોર્ટ શર્કીટ તથા આકસ્મીક રીતે કેબીનમાં આગ લાગતા આશરે રૂા.૨,૫૦,૦૦૦/-જેટલાનુ તથા ટ્રકની કેબીનની સાથે ટ્રકની બોડીમા ભરેલ ધાણાની બોરીઓ નગ-૧૨ ને આગ લાગવાથી આશરે રૂ।.૪૨,૦૦૦/-મળી કુલ રૂ.૨,૯૨,૦૦૦/- જેટલાનું નુકશાન થવા પામ્યું છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!