GUJARATKUTCHMUNDRA

ટૂંડા વાંઢ પ્રાથમિક શાળાના છાત્રોને વ્યક્તિગત સ્વચ્છતા થકી સારા સ્વાસ્થ્યની શીખ અપાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા તા – ૧૧. માર્ચ  : મુન્દ્રા તાલુકા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક શાળા ટૂંડા વાંઢ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફીસ થી તજજ્ઞ શ્રી એડો. હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા હિંસા ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા ,HIV રોકથામ અને વ્યક્તિગત સ્વચ્છતા વિશે કિશોર કિશોરીઓને દ્વારા પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ હતું. જેમાં મુખ્યત્વે હિંસા એટલે શું? ઈજાઓ એટલે શું? આ બાબતે કેવા પ્રકારે સલામતી અને સુરક્ષા રાખવી જોઈએ? સ્વરક્ષણ માટે તેમજ હિંસા અને ઈજાઓ થઈ ગયા બાદ બચવા છોકરાઓ તેમજ છોકરીઓએ સરકારશ્રીએ બહાર પાડેલ કયા ફોન નંબર ડાયલ કરવો જોઈએ? આંતર વૈયક્તિક સંબંધ એટલે શું? સંઘર્ષસાથે કામ પા૨ પાડવા માટે અલગ અલગ અભિગમો, કેસ સ્ટડી પ્રસ્તુત કરેલ હતાં. આચાર્ય શ્રી નિહારિકાબેન મકવાણા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા ગ્રામના અગ્રણી, ટુંડા વાંઢ પ્રાથમિક શાળા ના SMC અધ્યક્ષ રણમલભાઇ હીરા ભાઇ રબારી ,SMC સભ્યો અને શાળાના સ્વાતિબેન વાઢેર,સંજયભાઈ કરંગીયા,વિપુલભાઈ,દામીનીબેન અને રેશ્માબેન દ્વારા જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!