AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ યુવાનો માટે રોજગારીના દરવાજા ખુલશે

કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સરકાર બનતા જ 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવા સમયે કેન્દ્રમાં સરકાર આવતા જ યુવાનો માટે કોંગ્રેસ પાર્ટી અતિ મહત્વપૂર્ણ પાંચ વચન આપ્યા તેનું અમલ કરશે તેના વિશે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ માહિતી આપી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપે છે, કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. પ્રથમ નોકરીની બાંયધરી પણ આપવામાં આવશે, નવો એપ્રેન્ટિસશીપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક અથવા કોલેજ સ્નાતકને જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ (તાલીમ)ની બાંયધરી આપે છે. તાલીમાર્થીઓને દર મહિને રૂ. 1 લાખ (રૂ. 8,500/મહિને) મળશે.
વધુમાં યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા જણાવ્યું હતું કે પેપર લીકથી રોકવા માટે કાયદો બનાવશે. કોંગ્રેસ જાહેર પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની મિલીભગત અથવા કાવતરું અટકાવવા અને પ્રામાણિકતા અને નિષ્પક્ષતાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે નવા કાયદાની ખાતરી આપે છે. અમે નવા કાયદા લાવીને પેપર લીકને સંપૂર્ણપણે રોકીશું, જે હાલમાં કરોડો યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે.
ગીગ અર્થતંત્રમાં સામાજિક સુરક્ષા ખાતરી
કોંગ્રેસે ગીગ અર્થતંત્રમાં દર વર્ષે રોજગાર શોધતા લાખો યુવાનો માટે વધુ સારી કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કાયદો લાવવાનું વચન આપે છે. યુવા રોશની માટે કોંગ્રેસ પાર્ટીની ખાતરી આપે છે
યુવા રોશની
કોંગ્રેસ દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે રૂ. 5,000 કરોડનું ફંડ બનાવશે. 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો કોઈપણ ક્ષેત્રમાં તેમના વ્યવસાય માટે સ્ટાર્ટ-અપ ભંડોળનો લાભ લઈ શકે છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષના અન્યાયના સમયગાળાને ગંભીર બેરોજગારી સંકટ પરથી સમજી શકાય છે. અન્યાયના આ સમયગાળાએ લાખો શિક્ષિત અને મહત્વાકાંક્ષી યુવાનોને તેમના આર્થિક ભવિષ્યને સુધારવા અથવા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાથી વંચિત રાખ્યા છે. અમે યુવાનો માટે આવા પગલાં લઈશું જેથી દરેક યુવા પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા કહ્યું હતું કે 2014 માં મોદી સરકાર જયારે ચૂંટણી આવી ત્યારે બે કરોડ રોજગારીની વાત કરી હતી પરંતુ આ સરકારમાં દર વર્ષે દસ લાખ રોજગારી છીનવી રહી છે. ગુજરાતમાં ટેટ- ટાટ ના ઉમેદવાર હોય કે અન્ય કોઈ પણ ભરતીનું કેલેન્ડરને અનુસરણ કરવામાં આવતું નથી જેના કારણે પાસ થયેલ ઉમેદવારોની વયમર્યાદાના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા અને સરકાર પોતાના મળતીયા ગોઠવીને ભરતી કૌભાંડ કરવામાં આવે છે, આ સરકાર રોજગારીની વાત કરે છે પણ યુવાનો પાસેથી રોજગારી છીનવે છે તેવા આરોપ મૂક્યા છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા જયમીન સોનારા, યુવા કોંગ્રેસના પ્રદેશ મંત્રી દિગ્વિજયસિંહ રાજપૂત અને અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયમન શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!