VALSADVALSAD CITY / TALUKO

વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ માર્ચ

લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આગામી તા. ૭ મે ના રોજ યોજનાર છે ત્યારે ૨૬- વલસાડ બેઠક પર મતદારો વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટી દ્વારા વિધાનસભા બેઠક વિસ્તારો પ્રમાણે રોજે રોજ મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજે શુક્રવારે વલસાડના બીઆરસી ભવન ખાતે વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના દરેક તાલુકાના ૧૫-૧૫ સિનિયર સિટિઝનોને આમંત્રિત કરી સ્વીપ નોડલ અધિકારી-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવો સંદેશ દરેક વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચે તે માટે મતદાર જાગૃત્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત રહેનાર નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લાના ૪૫૦૦ નિવૃત્ત કર્મચારીઓ સુધી મતદાનના મહત્વ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!