JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

આરબલુસ પ્રાથમિક શાળામાં શાળા રિનોવેશનના દાતાશ્રીઓનો સન્માન કાયક્રમ અને ધોરણ – ૮ ના બાળકોનો વિદાય  સમારોહ યોજાયો

શ્રી આરબલુસ પ્રાથમિક શાળા, તાલુકો – લાલપુર, જિલ્લો – જામનગર માં આરબલુસ પ્રાથમિક શાળામાં શાળા રિનોવેશનના દાતાશ્રીઓનો સન્માન કાયક્રમ અને ધોરણ – ૮ ના બાળકોનો વિદાય  સમારોહ યોજવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં શાળાના મુખ્ય દાતાશ્રી દિલીપભાઈ ભોજાણી સાથે ઝવેરચંદ પરબતભાઇ શાહ, કપૂરચંદ નાયાલાલ શાહ, વીરચંદભાઈ દોઢિયા તથા અન્ય નાના – મોટા દાતાશ્રીઓએ હાજરી આપી હતી.  આ તમામ દાતાશ્રીઓને સાલ ઓઢાળી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધોરણ – ૮ ના બાળકો વિદાય કાર્યક્રમ પણ હતો. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. તેમજ શાળાની પરંપરા મુજબ ધોરણ – ૧ થી ૮ માં ધોરણદીઠ શ્રેષ્ઠ બાળકને સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ નો એવોર્ડ આપેલ. ઉપરાંત ધોરણ – ૮ માં અભ્યાસ કરતા બાળકમાથી શાળાકીય અભ્યાસ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકને સ્ટુડન્ટ ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવેલ. આ તકે કાર્યક્રમમાં ગ્રામજનો, વાલીઓ, માતાઓ અને અધિકારીઓએ હાજરી આપેલ.  આજના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે આચાર્યના માર્ગદર્શન  હેઠળ ખુબ જ જહેમત ઉઠાવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!