VALSADVALSAD CITY / TALUKO

૧૭૯-વલસાડ વિધાનસભાના ૮૧૦ મહિલા પોલિંગ અધિકારીની પ્રથમ તાલીમ યોજાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૧ એપ્રિલ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળ રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે  વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. આથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટરશ્રી આયુષ ઓક વલસાડ દ્વારા વિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭૯-વલસાડ વિધાનસભામાં સરકારી મહિલા કર્મચારીઓને મહિલા પોલિંગ તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણૂંક કરવામાં આવી છે. તેઓને  THEORY+EVM/VVPAT અંગેની પ્રથમ હેન્સ ઓન તાલીમ કુલ ૮૧૦ મહિલા તાલીમાર્થીઓને તા. ૨૮ અને ૩૦ માર્ચ દરમિયાન ત્રણ તબક્કામાં આપવામાં આવી હતી. આ તાલીમ અંતર્ગત તા.૨૮-૦૩-૨૦૨૪ રોજ ૧૪:૩૦ કલાક થી ૧૭:૦૦ કલાક દરમિયાન ૨૭૫ તાલિમાર્થીઓને, તા.૩૦-૦૩-૨૦૨૪ રોજ ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક દરમિયાન ૨૮૦ તાલિમાર્થીઓને તેમજ તા.૩૦-૦૩-૨૦૨૪ રોજ ૧૪:૩૦ કલાક થી ૧૭:૦૦ કલાક દરમિયાન ૨૫૫ તાલિમાર્થીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી હતી. માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!